________________
પણ થાય. સર્પકરતાં અજગર મોટો છે. પરિણામોની તીવ્રતાથી અજગર થાય.
હાલમાં સાપની સાતસો થી અધિક જાતો જોવા મળે છે. સાપને પગ હોતા નથી પણ તેના શરીરમાં હાડકાની રચના એવી હોય છે કે ઝડપથી ઊંચાનીચા થવા દ્વારા ગતી કરી શકે છે. (૧) સર્ષ :
| મુખ્ય બે પ્રકારઃ દર્વાકર (ફેણવાળા) અને મુકુલી (ફેણવગરના) * ફેરવાળા સર્ષના પ્રકારો (A) આશીવિષસર્પ : જેની દાઢમાં ઝેર હોય. (B) દષ્ટિવિષ સર્પ : આંખમાં ઝેર હોય. (C) ઉગ્રવિષ સર્પ : શરીરમાં ઝેર હોય. (D) ત્વચાવિષ સર્પ * : ચામડીમાં ઝેર હોય. (E) ઉચ્છવાસવિષ સર્પ : શ્વાસ લેવામાં ઝેર હોય. (F) નિશ્વાસવિષસર્પ - : શ્વાસ કાઢવામાં ઝેર હોય. (A) આશીવિષ સર્ષઃ કોઈને આપણે દાઢમાં રાખીએ તે ઝેર રૂપે બને છે. ક્રિોધનો પરિણામ ઝેર રૂપ બને છે અને જ્યારે તીવ્ર બને ત્યારે તે લોહીમાં ભળે છે. કોઈ વખતે આપણે કોઈને દાઢમાં રાખીને તે વખતે તેને મારી ન શક્યા તો કર્મસત્તાએ એને આશીવિષ સર્પ બનાવ્યો. મંડુક એટલે દેડકા આશીવિષ ઝેરવાળા હોય તેની દાઢમાં ઝેર હોય. અર્ધભરત ક્ષેત્રમાં ઝેર વ્યાપે તેટલું ઝેર તેનામાં હોય. -
દીર્થસંયમી સાધુને નાનાસાધુએ ભૂલબતાવીતે ન ગમી. તેનો સ્વીકાર ન કર્યો ને ક્રોધ પ્રગટ થયો. આ તો સહવર્તી સાધુ છે તેમાં કયાં અણગમો કરવાનો? સહેજ પણ અણગમો આવ્યો તો તેને દૂર કરી દેવાનો છે. પણ જો એમન થયું તો જુદા થતા વાર નહીં. પણ જો દાઢમાં રાખે અને જો આયુષ્યનો બંધ પડી જાય તો આશીવિષ સર્ષમાં ઉત્પન થવું પડે.
જીવવિચાર // ૧૮૫