________________
(B)દૃષ્ટિવિષ સર્પ : તે જ રીતે દૃષ્ટિમાં વિષ હોવું. ચંડકૌશિકના પૂર્વભવમાં સાધુ પર ક્રોધ કર્યો તો પછીના ભવોમાં તે વિસ્તાર પામતાં-પામતાં ક્યાં સુધી પહોંચ્યો ? કરુણાનો પરિણામ કરવાને બદલે ક્રૂરતાનો પરિણામ કર્યો તો તે બહાર ન જતાં અંદરમાં રહીને પોતાને જ તે આ રીતે મારનારો બને છે.
જો પશ્ચાતાપ ન કર્યો, પછી જોઈ જોઈને બળ્યા કરે પોતાનાથી તે આગળ વધી જાય ત્યારે આત્માને અંદરમાં ઈર્ષ્યા આવી જાય એટલે તીવ્ર પરિણામ આવી જાય અને પછી તેને નજર સમક્ષ જોઈ પણ ન શકે ત્યારે તે મોહનો પરિણામ વિષમાં પરિવર્તન પામી જાય પછી તે ભવોભવ મારનારો બને છે. વિષ એક ભવમાં મારે પણ વિષયના અનુબંધ પડે તો ભવોભવ બગાડે. સાથે રહેલા જીવો પ્રત્યે જો પ્રીતિ - ભક્તિ ન હોય તો ઈર્ષ્યા તેનું સ્થાન લે. જો તેની વૃદ્ધિ થઈ જાય તો દષ્ટિવિષ સર્પ બની જાય. અહીં પંચેન્દ્રિય જીવ જ આવે. દેવલોકમાંથી આવે તો પણ મનુષ્ય ભવમાં જ તેનો અનુબંધ પાડીને જીવ જાય છે. અનુબંધ અહીં જ પડે છે.
વ્યક્તિમાં દોષના દર્શન થયા ને તે દોષ આપણને ન ગમ્યો, જેને આપણે આપણા માની લીધેલા છે તેનામાં આ ભાવ વધારે થાય છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષના પરિણામ ચાલવાના છે ને જેની સાથે રહ્યાં છીએ તેની સાથે આ પરિણામ વધારે ચાલે ને વેરનાં ભયંકર અનુબંધ પડે છે.
ક્રોધની માત્રા જેમ જેમ વધે તેમ ઝેરમાં પરિણમી જાય છે. કોઈને પણ સંપૂર્ણ નાશ કરી નાખવાનો પરિણામ ત્યારે જ આવે જ્યારે રૌદ્રધ્યાન આવે અને અને ત્યારે તે તીવ્ર અનંતાનુબંધિ કષાયનો ઉદય થાય. જ્યારે તે અનુમોદનાના સ્તર પર જાય ત્યારે તીવ્ર અશુભ અનુબંધ પડે ને તે આગળ – આગળ વધતો જાય. જેમ સાધુને પહેલાં સાધુ પર, પછી તાપસો, પર પછી ઉદ્યાનમાં અને છેલ્લે જંગલમાં જ્યાં ઉત્પન્ન થયો છે ત્યાં એમ ક્ષેત્ર વધતું જાય.
તપ જેમ-જેમ આત્મામાં વધતો જાય તેમ-તેમ બ્રહ્મચર્યની વિશુદ્ધિ થાય, વિષયો નાશ પામે, કષાય નાશ પામે તેથી આનંદની વૃદ્ધિ થાય છે સમતા જીવવિચાર || ૧૮૬