________________
() વાડકીશ તલવાર જેવાદાંત હોડીને પણ ચીરી નાખે તથા તેમનુષ્ય,
મગરમચ્છ વગેરેને ફાડી નાખે. (૮) પાયલોટ માછલી વેલ વગેરે પર ચડી જાય. (૯) શિશમાછલી મોટી માછલીની આજુ-બાજુ નાની માછલીનો પરિવાર
હોય જાણે તેની છડી પોકારતી નહોય. (૧૦) શૃંગીમસ્યઃખારા સમુદ્રમાં જ્યાં મીઠું પાણી હોય ત્યાં મીઠાં જળનેતે
પીએ. (૧૧) રોહિતમસ્યઃ ચબરાકહોય. મચ્છીમારની જાળમાં ન ફસાય. માંસ
ખાઈ જાયને મચ્છીમારના હાથમાં ન આવે. જીવોને નિકાચિત કર્મોના ઉદયે સંસારમાં રહેવું પડે તો તે આ રોહિત માછલાની જેમ રહે પોતે ભોગવાઈ ન જાય. યશોધર મહર્ષિનો આત્મા રોહિત મત્સ્ય બને છે, જાળમાં સપડાઈ જાય છે ને માછીમાર તેને રાજાને આપે છે તે વખતે જાતિસ્મરણ જ્ઞાનથી તેને પોતાનો પુત્ર-પરિવાર વગેરે બધું દેખાય છે પણ પોતાને આત્માનું ભાન નથી આવતું. પુત્ર માંસ ખાય છે તે માંસન ગયું તેથી રસોઈયાને ઓર્ડર કરે છે કે આ માછલાને મસાલેદાર કરીને શેકીને મને આપ. પોતાનો પુત્ર પોતાને ખાવા તૈયાર થયો છે છતાં
મિથ્યાત્વના ઉદયે આત્મહિત સૂઝતું નથી. (૧૨) શ્યામી યુગલ સાથે ઉત્પન્ન થાય ને ત્યાં પણ યુધ્ધ કર્યા કરે.
પન્નવણા આગમમાં પણ કહ્યું કે આહાર નિમિત્તે જ માછલા સાતમી નરકે જાય છે. હેય વસ્તુને ઉપાદેય માનીને તીવ્ર પરિણામે ગ્રહણ કરે ત્યારે તે સાતમી નરકે જાય અને પુદ્ગલ ગ્રહણ કરવાનો પરિણામ દરેક ભવોમાં જીવ કરે છે માટે જ મનુષ્યભવની વિશેષતા છે કે તે આ પરિણામને છોડી શકે છે તેને ફેરવી શકે છે. પરનું ગ્રહણ છોડીને સ્વગુણોની ગ્રાહયતા મનુષ્ય ભવમાં થઈ શકે છે. જીવે જન્મ ધારણ કર્યો ને તરત આહાર લીધો ને પીડા શરૂ થઈ કારણ
જીવવિચાર || ૧૮૩