________________
વિવિધ પ્રકારના માછલા ઃ (૧) અંડજ (ર) પોતજ (૩) સંમૂમિ. અંડજ અને પોતજ ત્રણ પ્રકારે ઃ સ્ત્રી, પુરુષ અને નપુંસક.
::
(૧) ઈલેકટ્રીક માછલી : કાળા માથાવાળી, ટીપાઈ જેવી. ઘોડા સાથે અથડાતાં ઘોડો મૃત્યુ પામે તેટલા તીવ્ર વિદ્યુત તરંગો તેમાંથી નીકળે. (૨) ભગત માછલી : માથામાંથી ભગત જેવા વાળની જટા નીકળે. (૩) ટ્રાન્સપરન્ટ માછલી : દરિયામાં માઈલો નીચે જાય, અંધારામાં પણ માર્ગ શોધી લે. આરપાર દૃષ્ટિ છે આ શક્તિથી તે અંધારામાં માર્ગ શોધી અને પોતાનો ભક્ષ્ય શોધશે.
(૪) સેફિયા ઃ સેફિયા રંગનો ધૂમાડો મુખમાંથી છોડે એટલે સામેવાળો મૂંઝવણ પામે એટલે પીડા પામે. તિર્યંચો પોતાની શક્તિ દ્વારા બીજાને પીડા જ આપશે અને અજ્ઞાની મનુષ્ય પોતાની શક્તિ દ્વારા બીજાને પીડા જ આપશે. જ્યારે મનુષ્ય પોતાની શક્તિનો વિવેક દ્વારા ઉપયોગ કરીને કાર્ય કરશે તો પીડા નહીં ઉપજાવે. એક-એક જીવ વિશે જાણીને આત્માનો વિચાર કરવાનો છે અને તો એ આસ્તિક્ય દ્વારા કરુણાનો પરિણામ આત્મામાં લાવવાનો છે. સમકિત વિના આ પરિણામ ન આવે. સમજીને વ્રતો ગ્રહણ કરો તો પરિણામ નિર્મળ થયા વિના ન રહે.
(૫) એકનીશ્યન વામ માછલી : નદીમાં પડી-પડી કાંઠા પર ૨૦ - ૨૫ ફૂટ દૂર પાણીની ધારા છોડે, તે સામે ન આવે પણ પોતાનો શિકાર હોય તે પાણીમાં પડે એટલે તેને ખાઈ જાય. પાણીની પિચકારી છોડવાની રમતમાં જો આયુષ્યનો બંધ થાય તો આવા સંસ્કારના કારણે માછલીના આવા ભવ પણ મળે.
(૬) કુરાન એના શરીર પર અલ્લાહ શબ્દ લખેલો હોય છે. જેને અલ્લાહ પર અતિશય રાગ હોય ને પાણી વગેરેમાં આસક્ત બનેલો છે તેને આવા ભવ મળે.
જીવવિચાર // ૧૮૨