________________
ભોગવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ પીડા આવવાની જ છે એવી એને શ્રદ્ધા છે. કર્મસત્તાની એક મોટી ઉદારતા છે કે એ કર્મ ઉદયમાં ન આવે ત્યાં સુધી તેને નિષ્ફળ કરવા બધું જ કરી શકાય પણ ઉદયમાં આવે પછી ભોગવવા જ પડે. (૯) શોક વેદના : ભયંકર વેદના, ભય, નિઃસહાય દશાના કારણે તેઓ શોકથી વ્યાકુળતા અનુભવે.
(૧૦) પરાધીનતા વેદના ઃ ૧ થી ૩ નરકમાં પરમાધામીકૃત વેદના હોય. અસુરકુમારના પંદર પરમાધામીના દેવો છે. એ અસુર દેવલોકમાંથી નરકાવાસમાં આવે અને નરકના આત્માઓને પંદર જાતની વેદનાઓ આપે. બધાનાં કામ જુદાં-જુદાં આવી પરાધીનતા ક્યાંથી આવી ? આપણે સ્વતંત્ર થયા ને બીજાને પાછા પરાધીનતામાં રાખ્યા અને તેના દ્વારા આપણો અહં પોષાય. પત્ની આધીન રહે તો પતિનો અહં પોષાય અને પત્ની સામે બોલે તો તે ના ચાલે. નોકર શેઠ સામે પડે તો ન ચાલે. માત્ર માન કષાયને પોષવા માટે જ આ વાતો આવે. માન કષાયને પોષવાની વાત ન હોય તો શેઠ નોકરને પોતાના પુત્રની જેમ રાખે અને આ બધી જ વાત ધર્મસ્થાનકોમાં લાવ્યાં. દેરાસરનો પૂજારી પરમાત્માનો પુજારી છે એવા બહુમાન ભાવપૂર્વક રાખવાનો છે. પોતાનું કોઈ કાર્ય એની પાસે ન કરાવાય. સંસારમાં વડાપ્રધાનનો માણસ હોય તો તેની સાથે કેવો વ્યવહાર કરો ? તો આ તો પરમાત્માનો પૂજારી છે તેને કઈ રીતે સાચવવાનો હોય ? લાખોના દાન દેનાર, સાધર્મિક ભક્તિ કરે પણ પુજારીને પૈસા આપવાની વાત આવે તો ના પાડી દે. ઓચ્છવ - મહોચ્છવ કરવા છે, જગતમાં શાસન બતાવવું છે પણ પરમાત્માની મોટી આશાતના કરીએ છીએ. બધા જ પરમાત્માની પૂજા કરવાનો ભાવ છે, પણ પરમાત્માને સાચવવાની વાત ક્યાં છે ? મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી આ વાત નહીં સમજાય. છાણીમાં પરમાત્માની એવી ભક્તિ થતી હતી કે ત્યાં જૈનસંઘમાં ફૂલો—પાંગળો કોઈ જન્મતો ન હતો.
જીવવિચાર || ૧૬૪