________________
અસાતનાઓ કરે છે, શિથિલાચારને પોષે, તેની સાથે વાસ કરે, તેની પ્રશંસા, અનુમોદનાદિ કરે તો તેના વડે જળચર મનુષ્યનો ભવ પ્રાપ્ત કરે.
ધર્મગુરુઓ પાસે અધર્મ કબૂલાતથી શું ફાયદો ?
ધર્મગુરુઓ પાંસે અધર્મની કબૂલાત કરી તેનો નિકાલ કરી લો જેથી પરમાધામીને તે યાદ દેવડાવવું ન પડે. પરમાધામી પરમ અધર્મી છે ને અધર્મ જ એનું કાર્ય છે માટે એ અધર્મ જ યાદ કરાવે છે. જો આપણે આપણા અધર્મને યાદ કરીને એનો દેવ –ગુરુ પાસે જઈ નિકાલ કરી દઈએ તો આપણે ત્યાં જવાનું રહેતું નથી. એ આપણે ન કર્યું ને છુપાવ્યું તો પરમાધામીની પાસે જવું પડે ને એ બધું જ યાદ કરાવશે. એ આપણને છોડશે તો નહીં જ માટે અહીં સ્વેચ્છાએ સ્વીકારી લો, નહીં તો ત્યાં જવાનું જ છે. ભગવાનની વાત ન માને અને લોકોમાં પણ સર્વજ્ઞની વાતનો અપલાપ કરવો, નિંદા કરવી, આ ધર્મ હંબક છે એમ કહેવું વગેરે પરમાધામી યાદ દેવડાવે છે. મોહને જીવ એટલો બધો આધીન બની જાય કે તેને ધર્મ કરતા શરમ નડે પણ અધર્મ કરતા શરમ ન આવી !!!
પરમાધામી પાસેથી આવું ન સાંભળવું હોય તો જિનવાણી સાંભળીને, દુષ્કૃત ગર્હા કરીને, પશ્ચાતાપ કરીને, પાપોનો નિકાલ કરવાનો છે ને નવા ન બંધાય તેનો ખ્યાલ રાખવાનો છે.
*તિર્યંચગતિ
ચાર ગતિમાં સૌથી વિશાળ ગતિ તિર્યંચગતિ છે.
તિર્યંચગતિનાં પ્રકાર સૌથી વધારે અને દુઃખ ભોગવવાનો કાળ પણ વધારે છે. કર્મસત્તા જીવને જુદા- જુદા શરીરોમાં પીડા ભોગવવા માટે ગોઠવે છે તે જાણીને તે તે જીવોની પીડા જાણવાની છે. જીવો બે પ્રકારના છે સંસારીને સિદ્ધ. જો આત્માનો ઉધ્ધાર કરવો હોય અર્થાત્ જીવે જીવતા રહેવું હોય તો આ જિનશાસન મળ્યા પછી સત્તાગત જિનને ન ઓળખીએ અર્થાત્ જિનના દર્શન જીવવિચાર // ૧૭૭