________________
કરીને નિજ સત્તાગત જિનના દર્શન ન થાય તો દુર્લભ મનુષ્યભવનિષ્ફળ જાય માટે જયોગી મહારાજની નાભિમાંથી બુલંદ અવાજ નીકળી ગયો કે...
અબ હમ અમર ભયેગે, નહિ મરે યા કારણ મિથ્યાત્વ દીયો તજ, કયું કર દેહ ધરેગે.
અર્થાતુ આત્મા છું પણ દેહનથી. એટલે હવે દેહ માટે ને દેહવાળા માટે જીવીશ નહીં, હવે ભાવપ્રાણ માટે જ જીવન જીવીશ, દેહ તો મરેલો જ છે. આપણને લાગે છે કે દેહ જીવતો છે. દેહતો અજીવ છે તેથી તે મરેલો જ છે ને આપણે તેની માવજત સારી રીતે કરીએ છીએ પણ જે જીવતો છે તેનું ધ્યાન પણ રાખતા નથી. દેહમાં રહેવાનું મન થાય, દેહને સુખ આપવા માટે જ બધું કરાવે તે જ મિથ્યાત્વ. જો સમકિતનો પરિણામ આત્મામાં આવી ગયો તો કામ થઈ જાય તો આત્મા માટે જ જીવવાનું છે. મિથ્યાત્વપૂર્વક જીવવું એટલે આત્માનું મરણ અને સમ્યકત્વપૂર્વક જીવવું એટલે આત્માનું જીવન. જે આત્માને શરીર માને અને આત્મા ભિન્ન છે તેનું ભાન પણ નથી તેવા આત્માઓ શરીરના સુખ માટે જીવોને ભયંકર પીડા આપે. તેમના પ્રત્યે આપણને મહાકરુણા આવવી જોઈએ કે આ બધા સત્તાએ સિદ્ધના આત્માઓ છે પણ વર્તમાનમાં ભયંકર પીડા ભોગવી રહ્યાં છે તો તેમને હું કેમ પીડા આપું? સર્વજ્ઞ સિવાય આ જાણ ને સમજ આપવાની બીજાની તાકાત નથી. આવા પરમાત્મા પાસે પણ હજી આપણને સંસારલીલો રાખવાના મનોરથો થાય અને આ પાટેથી પણ એવી જ પ્રરૂપણા થાય છે માટે તમને એ ગમી જવાનું છે.
સ્વરૂપથી જીવને જાણીને આપણે જીવતા થઈ જઈએ. પાણીમાં માછલાને જોઈને એમ થાય કે આ જીવ અહીં કેમ આવ્યો? સમક્તિ અને મિથ્યાત્વીના પરિણામમાં ભેદ શું પડે? ગજસુકુમાર સમકિતિ છે તેના મસ્તકે ખેરના અંગારા છે, સૌથી ભયંકર અગ્નિ છે પણ જ્ઞાતા ભાવે એ વેદના જોઈ જીવોની દયાનો પરિણામ આવ્યો ને શ્રેણી માંડી કેવલજ્ઞાન પામ્યા. જ્યારે બાવીસ બ્રાહ્મણો મિથ્યાત્વી હોવાથી અગ્નિમાં બળતાં, પાણી-પાણી કરતા
જીવવિચાર // ૧૭૮