________________
લીધી અને તે પણ શિથિલાચારને પોષણ આપનાર સાધુ બન્યો. તીર્થંકર પરમાત્માના વચન પ્રત્યે અનાદર કરતાં જળચર મનુષ્ય તરીકે ઉત્પન્ન થયો. વરસો ગંગા-સિંધુ નદીનો જ્યાં મેળાપ થાય છે ત્યાંથી પંચાવન યોજના અંદર સુડતાલીસ ગુફાઓ છે જ્યાં ૧રા હાથ પ્રમાણ ઊંચાઈવાળા કાળા વર્ણવાળા આ જળચર મનુષ્યો રહે. ગુફાઓ કા યોજન ઊંચી છેને અંધકારમય છે. તે પ્રથમ સંઘયણવાળા હોય છે. તેઓ દારુ સ્ત્રી-માંસના લંપટ હોય છે. રનદ્વીપથી થોડા દૂર છે. રત્નો મેળવવા માટે વેપારીઓ આમને પકડે. એમનામાં રહેલી અંડગોળીને ચમરી ગાયના વાળમાં બાંધીને તેના પ્રભાવથી તેઓ સમુદ્રમાં ડૂબે નહીં અને ભયંકર જળચર પ્રાણીથી ડરે પણ નહીં. તે અંડગોળીને કાઢવા રત્નદીપના વેપારીઓ રત્નદ્વીપથી ૩૧ યોજન દૂર વહાણ લઈ જાય અને તે વહાણ જળચર મનુષ્યોની ગુફાથી થોડા દૂર ઊભા રાખી ત્યાંથી દારૂ-માંસથી ભરેલા તુંબડાઓ ફેંકે. તે લેવા જળચર મનુષ્યો આવે એટલે વહાણ દૂર-દૂર લેતા જાય અને વહાણમાંથી દારૂ-માંસના તુંબડાઓ ફેંકતા જાય. તેના લોભમાં જળચર મનુષ્યો દૂર-દૂર જાય પછી વહાણ ઊભું રાખે. વહાણમાં એકવજસંપુટ હોય તે ઘરઘંટીના આકારે હોય, તેના ઉપર દારુ-માંસના પેકેટો બધે લટકાવેલા હોય. જળચર મનુષ્યોને લેવાવહાણમાંચડે અને સંપુટમાં પ્રવેશે.ખાવામાં અને પીવામાં તે મસ્ત બને એટલે વહાણની કેબીનમાં છુપાઈને રહેલા બન્નરધારી સૈનિકો બહાર નીકળીસંપુટનું દ્વાર બંધ કરે અને પછી યંત્રવડે તેને દળે. જળચર મનુષ્યો એટલા બધાબળવાન હોય કે એક વર્ષ સુધી દળાયા પછી માત્ર તેમની આંગળીનું એક હાડકું ભાંગે એટલે મૃત્યુ થયેલું જાણી વજસંપુટ ખોલી તેના શરીરમાંથી અંડગોળી કાઢી લે. આમ એક વર્ષ સુધી ઘોર રિબામણ થાય.
સુમતિનો જીવ સાત ભવજળચર મનુષ્યોના કરી ત્યાંથી કૂતરા તરીકે અવતરી ત્યાંથી વ્યંતર-પછી લીંબડાના વૃક્ષ-મનુષ્ય-સ્ત્રી - દહી નરકમાં - કોઢિયો મનુષ્ય - નરક-તિર્યંચાદિ ઘણાં ભવ ભમીને અનુત્તરદેવ, ચક્રવર્તી થઈ ચારિત્ર સ્વીકારી સિદ્ધ થશે. આમ જે આત્માઓ તીર્થકરની ઘોર
જીવવિચાર // ૧૭૬