________________
પર કલંક લગાવે, પરસ્ત્રીમાં આસક્ત હોય, ખોટી સાક્ષી આપનાર, વૃક્ષોનો છેદ કરનારા, સતીને હેરાન કરનારા આવા પાપો વૈતરણી નામની નરકમાં લઈ જાય છે. (૧૪) બરસ્વરઃ નરકપાલો નારકને કેવી વેદના આપે છે તે બતાવે છે. જે આત્મા વૃક્ષોને છેદી નાંખે છે તેમને નારકો પરશુ-કુહાડીથી છેદી નાખે. વૃક્ષમાં એકજીવહોય, ડાળી, પાંદડા, પુષ્પોમાં અસંખ્યાત જીવ હોય, કુમળા પાંદડામાં અનંત જીવો હોય. એક વૃક્ષના છેદનમાં સંખ્યાત-અસંખ્યાત-અનંત જીવોનો સંહાર થાય છે. વૃક્ષો કાપ્યાં, લાકડાં બનાવ્યાં, પાટિયા પાડવા તે બનાવીને તૈયાર કરાવીને જલસા કર્યા તો પરમાધામી આ રીતે છેદશે, કરવતથી કાપશે. જેવો તમે વૃક્ષો સાથે વ્યવહાર કર્યો તેવો જ વ્યવહાર તમારી સાથે થશે. શ્રાવકોને ખેતીના ધંધાનો નિષેધ છે. શ્રાવકોને સ્થાન રહેવા માટે જોઈએ તો તૈયાર મળતું હોય તો બધાને નહીં, ઈંટ જોઈતી હોય તો તૈયાર ઈંટ મળે તે લેવાની પણ ઓર્ડર આપીને બનાવાય નહીં. વ્રતધારી શ્રાવકોને ચૂલા પણ બાંધેલાં હતાં, ભૂખ્યા રહે પણ ગમે તેના હાથનું નખાય, ગમે તેના ઘરનું નખાય. અન્ન તેવો ઓડકાર માટે જેને બચવું છે તેણે જગતની શેહમાં તણાવા જેવું નથી. (૧૫) મહાઘોષઃ આ નરકપાલો ભયપામેલા નારકોને ભયંકર ત્રાડ પાડીને ધ્રુજાવે છે. જે સહન ન કરે તે ભાગી રહેલા નારકોને, પશુના વધ કરવા માટેના વધસ્તંભ પાસે રાખે, તેમને ભેગા કરે છે પછી તેમને બાળી નાખે, ભાંગી નાખે, તળી નાખે, રાઈ-રાઈ જેટલા ટુકડા કરી નાખે તો પણ તે શરીર પાછું ભેગું થઈ જાય. આપણો આત્મા એક શરીરને ટકાવવા રોજના કેટલાં જીવોને બાળે, કાપે, ટુકડા કરે, છેદ-ભેદે કેટલું કરે? તમારો પુણ્યોદય એવો જાગ્યો છે કે તમને બધું જ ઝડપી જોઈએ છે માટે બધું જ ઈલેકટ્રિક પર ચાલતું થઈ થયું. તમે ત્યારે વિચાર જ ક્યાં કરો છો કે આમાં કોઈપંચેન્દ્રિય જીવો મરે. શરીરની એક પણ સગવડતા છોડો નહીં તો જિન આજ્ઞાનું પાલન થાય કઈ રીતે? તીર્થયાત્રા કરે, દહેરાસર–ઉપાશ્રયે જાઓ તો તે ફળતા કેમ નથી? કારણ કે જિન આશાનું પાલન નથી તો જીવદયાનું પાલન કઈ રીતે કરશો.
જીવવિચાર // ૧૭૪