________________
સમ્યગદર્શન થાય તો સમતાથી સહન કરે પણ મિથ્યાત્વહોયતો પાપનો એકરાર નકરે, પશ્ચાતાપ ન થાય માટે એ પરમાધામી પાસે કરગરે કે હવે મને છોડો તો પણ પરમાધામી તેને છોડતા નથી. માત્ર જો પશ્ચાતાપ કરે તો જ નવા કર્મોન બંધાય. દેવ અને નરક બન્ને ગતિમાં નિકાચિત કર્મોનો ઉદય ભોગવવો જ પડે.
આ બધું જ જાણીને તમે હવે એવા નિમિત્તોમાં ન જાઓ કે જેનાથી નરકમાં જવું પડે. હક્કનું કેમ જતું કરાય? તેના માટે સગા ભાઈ સાથે લડો અને કર્મો બાંધો, કોર્ટ - કચેરીમાં જાઓ અને તે વખતે જો આયુષ્યનો બંધ પડ્યો તો વેરના અનુબંધ પડી જાય. વેદનાથી છૂટવાનું મન થાય છે પણ નારકના જીવોને દુઃખના કારણ રૂપ પાપને છોડવાનું મન ન થાય. (૧૦) પત્રધનુઃ આ નરકપાલો ત્યાં વનવિભુર્વે ગરમીમાં તાપ પામતા નરકો વનમાં જાય, કંઈક શાંતિ પામે ત્યાં તલવારની ધાર જેવા પાંદડા તેના પર પડે તેનાથી તેમનું છેદન-ભેદન થાય. આવી વેદના કયા કારણથી મળે? જેઓ અજ્ઞાનતા વશ આખા વનનાં વનને છેદી નાખે. શ્રાવકોથી ૧૫ કર્માદાનના ધંધા ન કરી શકાય. બિલ્ડીંગો બનાવવાના આજે વધારે લોકો ધંધા કરે છે. તેના માટે વન, બગીચા, વાડીઓ ખરીદી લીધાં હોય, તેના પર બુલડોઝર ફેરવી નાંખે. પૂર્વનાં કાળમાં કદાચ વનસ્પતિને કાઢવાનો વારો આવે તો તેની પૂજા કરે વિનંતિ કરે કે માફ કરજો મારે આ કરવું પડે છે તેમના પરિણામો કૂણા હતાં. જ્યારે આજે તમે બંગલા બંધાવો, પાછા ઝાડ વગેરે રોપો, લોન બનાવોને પાછો આંનદ - અનુમોદના કરો. ઠંડક મળે આંખોને, સુંવાળો સ્પર્શ વગેરે ગમે તો દરરોજ પાપનું મીટર ચડતું જાય ને પાછા બીજાને બોલાવીને દેખાડે અને પ્રભાવના કરે. પરમાત્માની વાતને ન સમજે તો આવા કંઈકપાપો કરીને ચાલ્યો જાય. પાપને પાપ ન માને અને પાછું તેની અનુમોદના કરીને મરે. અજ્ઞાનતા વશ બધા પાપો કર્યા કરે. ન જાણવું એ મોટું પાપ અને જાણીને પાપ તરીકેનો સ્વીકાર ન કરે તે મહાપાપ. કારણ જાણીને પણ પાપને પાપ ન માને તેને અશુભ અનુબંધ કર્મ બંધાય. આ પાપ છે તેમ જાણે છતાં કરે, પણ સાથે પશ્ચાતાપ કરે તો તેને કર્મ બંધ ઓછો થાય.
જીવવિચાર // ૧૭ર