________________
વનસ્પતિ પર ચાલવામાં પાપ શું ?
વનસ્પતિ પર પાણી છાંટવામાં આવે તો જ એ લીલીછમ રહે છે.નીચે પાણી હોય એટલે નિગોદ થાય અને પાછા ત્યાં ત્રસ જીવો પણ રહેલા છે. જેમ મનુષ્યોનો ખોરાક વનસ્પતિ છે તેમ ત્રસ જીવોનો પણ ખોરાક તો વનસ્પતિ જ છે. મૂળ, થડ, ઝાડ, પાંદડા, ફળ, ફૂલ પર ઝીણી-ઝીણી જીવાત જોવાં મળે છે, માટે જ સમગ્ર વનસ્પતિનો ત્યાગ કરવાનો છે. તમામ અંકુરા પ્રથમ તો નિગોદ રૂપે જ હોય છે. સાધારણ વનસ્પતિમાંથી તે પ્રત્યેક વનસ્પતિ બને છે માટે કારણ વગર અમારે વનસ્પતિ ન વપરાય અને તમારે પણ સચિત્તનો ત્યાગ જ કરવાનો છે, ત્યાગ નથી જ કરી શકતા તો મર્યાદામાં આવવું જોઈએ. વનસ્પતિ પર ચાલવાથી ભયંકર ભાવ હિંસા થાય છે. લીલી છે, કોમળ છે, ઠંડક છે, સુગંધી છે, સ્નિગ્ધતા છે, સુંવાળી છે માટે ભાવહિંસાનું કારણ બને અને તેમાં ગરકાવ થઈ જાય તો આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં પહોંચી જાય ને નરકમાં જવું પડે. લોન પર ચાલવાથી પૃથ્વી- અદ્- વાયુ- વનસ્પતિ, ત્રસ કાય જીવોની વિરાધના થાય છે. લોન પરથી આવતો વાયુ મંદ-મંદ ઠંડો, સુંગધવાળો હોવાથી તેની અનુમોદના ચાલે તો અનુબંધ કર્મ બંધાય. કંડરિકે માત્ર ખાવાનો પરિણામ કર્યો, દ્રવ્ય હિંસા એટલી નથી કરી પણ ભાવહિંસાના કારણે સાતમી નરકે ગયા.
પરમાધામી ક્યાં ઉત્પન્ન થાય ? અથવા જળચર મનુષ્યમાં કોણ ઉત્પન્ન થાય ? શા માટે થાય ?
પરમાધામી - પરમ અધર્મી - જેનામાં દયાનો છાંટો પણ નથી. જેનાં હૃદયમાં સહેજ પણ દયાનો છાંટો હોય તો તે નારકોને છેદવા, ભુંજવા, બાળવા, કાપવા વગેરે કાંઈ પણ ન કરી શકે. પરમાધામી નારકના જીવોને પૂર્વે કરેલી પાપ પ્રવૃત્તિની યાદ દેવડાવે છે. તેમને જળચર મનુષ્ય તરીકે ઉત્પન્ન થવું પડે છે. જેનું નિશીથ સૂત્રમાં એક દૃષ્ટાંત આવે છે. સુમતિ અને નાગિલ બંને ભાઈઓ સાર્થ સાથે જોડાયા તેમાં શિથિલાચારી સાધુના પરિચયમાં આવીને તેમના બાહ્ય તપ ત્યાગ તેને ગમી જતાં નાગિલની ના છતાં પણ સુમતિએ એમની પાસે દીક્ષા
જીવવિચાર // ૧૭૫