________________
મસ્તીમાં રહે, ભેદશાન કરે. વેદનાબહાર છે અને આત્માએ સમતામાં રહેવાનું છે. વર્તમાનમાં જેટલી શક્તિ છે તેને ધ્યાનમાં લાવીને સહનશીલતા કેળવવાની છે.
નારકોને કવલાહાર હોતો નથી. આકાશમાંથી દશે દિશામાંથી અનંત પ્રાદેશિક અચિતદ્રવ્યોનો આહાર ગ્રહણ કરે છે. પાપના ઉદયથી અશુભ અને તીવમહાવિસૂચિકાને ઉત્પન્ન કરાવનારા તથા તેવો આહાર અંતર્મુહૂર્ત ભોગવી ફરી તેવા જ આહાર ગ્રહણથી ભારે વિસૂચિકાથી અનંતગુણી વિસૂચિકા થાય. (તીર્થંકર પરમાત્માના આત્માઓ શુભ પુલોનુંવેદન કરે) જેમ આહારના પુદ્ગલો પરિણામ પામેતેમ સુધાની વૃદ્ધિ થાય પણ ઘટે નહીં નારકીના જીવો લોમાહારથી પરિણમતા પુદ્ગલોને અવધિજ્ઞાનથી જોઈ શકતા નથી. - સત્તા પર આત્મા આવે ત્યારે જગતને પરાધીન બનાવવાનો ભાવ આવે. કવિ ગંગે ખુમારી બતાવી, અકબરે કહ્યું મારગરગાન ગા અને કવિ ગંગે કહ્યું: જિસે હરિ પરવિધ્વાસ નહી, સો આશ કરે અકબરી અકબરે અભિમાનથી એને હાથીના પગ તળે કચડી નાંખ્યો. પ્રભુ પાસે સેવક બનીને આવો તો એ મહાપૂજ છે અને શેઠાઈ કરીને પૂજા કરો તો તે લાભદાયી બનતી નથી.
પરમાધામી કોરા થાય?
ભવ્ય જ બની શકે. જેણે ધર્મી એવા મા-બાપ ગુરુ- વડીલો વગેરેની સામે અનુચિત જ વર્તન કર્યું, તેને આધીન ન બન્યો તેનો અનાદર કરે તેવા ભવ્યજીવો પરમાધામીનું આયુષ્ય બાંધે છે. અહીં આત્મા ધર્મને આધીન ન થયો તો નરકમાં તેને પરમાધામી આધીન બનાવી દે છે. પરમાધામી એટલે પરમ અધર્મી. તીવ્ર પરિણામ આવે ને અનુબંધ પડી જાય ત્યારે આવું કર્મ બંધાય. પરમાધામીને આધીન ન બનવું હોય તો પંચ પરમેષ્ઠિને આધીન બની જાઓ. આપણા આત્મ કલ્યાણના ઈચ્છુક એવા આત્માઓને આધીન બની જાઓ. મા-બાપ પાસે છોકરો આધીન ન બન્યો તે પત્નીને આધીન થાય. જે આપણને સુખાકારી કરી આપે, વાહ વાહ કરે, મોટાઈ કરે તેવાને આપણે આધીન બની જઈએ છીએ. આત્મા માટે કાંઈ ન કર્યું, શરીર માટે બધું જ કર્યું.
જીવવિચાર || ૧૬૭