________________
પરાધીનતા સંસારમાં કરવા કરતાં ધર્મની પરાધીનતા સ્વીકારી લઈએ તો પરમાધામીને આધીન ન બનવું પડે.
જીવ દ્રવ્ય પર દ્વેષ કરવો તે તો પાપ છે જ પણ જે હિતકારી ઉપકારી છે તેના પ્રત્યે દ્વેષ કરે, તેમને વધારે પડતી પીડા આપવાનું કામ કરે તેને પરમાધામીપણું મળે.
ગોખલા જેવી છિદ્ર સહિત કુંભીમાં નારકો ઉત્પન્ન થાય, અંદરથી પહોળી ને મોઢું સાંકડું હોય, કુંભીમાં ભયંકર ઠંડી અને બહાર ભયંકર ઉષ્ણતા. ૧ થી ૩ નરકમાં પરમાધામીકૃત વેદના વિશેષથી હોય છે. પ્રથમ નરકમાં ગા ધનુષનું શરીર ને ઉપર છ અંગુલ, કુંભીમાં ન સમાય અને ઘાણીમાં પીલાતા હોય તેમ ચીસો પાડે છે. જેવા આ જીવો ઉત્પન્ન થાય તેને જોઈને પરમાધામી આનંદ પામે, જેમ કારીગરો વાંસને યંત્રમાં નાંખીને તેમાંથી વાંસની પાતળી સળીઓ ખેંચે તેમ પરમાધામીઓ ઉત્પન્ન થયેલા નારકોને સાંકડી કુંભીમાંથી સાણસાથી પકડીને ખેંચે ત્યારે નારકો ચીસ પાડે ને પરમાધામી આનંદ પામે.
શાનની હાજરીમાં વ્યક્ત પીડાનો અનુભવ થાય.
જેમ-જેમ જ્ઞાનની વૃદ્ધિ થતી જાય તેમ-તેમ પીડાનો અનુભવ વધારે ને વધારે થતો જાય. જ્ઞાન દ્વારા જ વ્યક્ત પીડાનો અનુભવ વધતો જાય. નિગોદમાં જ્ઞાન અલ્પ છે માટે ત્યાં વ્યક્ત વેદના નથી. જ્ઞાની જ વધારે દુઃખી અને શાની જ વધારે સુખી.
પરમાધામી દેવોના પ્રકાર ઃ
પંદર પ્રકારના પરમાધામી છે ને તેમના કાર્યો પણ અલગ અલગ છે (૧) અંબ (૨) અંબરિષ (૩) શ્યામ (૪) સબલ (પ) રુદ્ર (૬) ઉપરુદ્ર (૭) કાલ (૮) મહાકાલ (૯) અસિ (૧૦) પત્રધનુ (૧૧) કુંભ (૧૨) વાલુકા (૧૩) વૈતરણી (૧૪) ખરસ્વર (૧૫) મહાઘોષ.
(૧) અંબ : નરકપાલ ચારે તરફ દોડી જાય આ પાપીને છંદો- ભેદો અને
જીવવિચાર || ૧૬૮