________________
નર કોને કહેવાય ?
રૂખન્તિ તત્ત્વમ્ કૃતિ નરઃ । જે તત્ત્વને બરાબર જાણે છે તેને નર કહેવાય. તે આત્મા નરકમાં - નિગોદમાં જતો નથી, તત્ત્વ જીવને જીવતો (જાગૃત) રાખે છે તેથી તેના દ્વાર તેના માટે બંધ થઈ જાય છે. ઉવસ્સગ્ગહર સ્તોત્રમાં પણ આ વાત મૂકી છે ઃ
નરતિરિએસૢ વિ જીવા, પાતિ ન દુઃખ દોગä તુહ સમત્તે લઢે, ચિંતામણિ કથ્થપાયવભંહિએ, પાત અવિશ્લેષ્ણ, જીવા અયરામર ઠાણ, મિથ્યાત્વથી આપણો આત્મા મૃતઃપાય દશામાં છે, તેને હવે જાગતો કે જીવતો કરવાનો છે, તે કઈ રીતે થાય ? તે તો તત્ત્વજ્ઞાનથી જ જાગતો થાય, માટે જ પ્રથમ જ્ઞાન ને પછી દયા મૂક્યું. આત્માને આત્માનો સ્વભાવ નથી ગમતો પણ પુદ્ગલનો સ્વભાવ જ ગમે છે એ જ પાપ અને એ જ આપણો મોટો ગુન્હો છે. નરકના દુઃખોથી આપણે ગભરાઈ જઈએ ને એવા વ્યવહાર બંધ કરીએ તો એ દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે પરંતુ આપણે તો આ જાણીને તત્ત્વથી નિર્ણય કરીને જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળા બનવાનું છે. અનાદિકાળથી આત્મા સુખલિપ્સ ને દુઃખથી ડરપોક બન્યો છે. શીતલતા ઈચ્છવી એ પાપ છે પણ આપણને શીતલતા ગમે. પુદ્ગલના સ્વભાવને ઈચ્છવું એ જ પાપ તો પાપની ઈચ્છા કરાય ? ન જ કરાય. પરમાત્મા તો હજુ માતાની કુક્ષિમાં આવ્યા ને બે ઘડી સુધી નરકમાં બધી વેદનાઓ શાંત થઈ જાય છે. તે વખતે અનેક આત્માઓ સમકિતને પ્રાપ્ત કરે છે. પરમાત્માનું વિશેષણ જ છે કે બોહિદયાણું, સાતમી નરકમાં અંધકાર જ છે પણ તીર્થંકરોનાં કલ્યાણકોના દિવસોમાં ત્યાં પ્રકાશ થાય છે અને એ પ્રકાશને જોઈને નારકો વિચારે ચડે છે અને એના કારણે એમને સમકિતની પ્રાપ્તિ થાય.
D તીર્થંકર પરમાત્માના કલ્યાણકો વખતે નરકમાં થતો પ્રકાશ :
S
- પ્રથમ નરકમાં સૂર્ય જેવો પ્રકાશ.
– બીજી નરકમાં વાદળાથી આચ્છાદિત સૂર્ય જેવો પ્રકાશ.
-
જીવવિચાર // ૧૬૫