________________
અને પરમાત્માના ભવમાં ઉદયમાં આવ્યું. જ્યારે ખીલા ખેંચી કાઢવામાં આવ્યા ત્યારે પરમાત્માના મુખમાંથી ચીસ પડી ગઈ અને પર્વતમાં ફાડ પડી ગઈ. પરમાત્માને તે વખતે ભાવ પીડા ન હતી પણ દ્રવ્ય પીડા થઈ માટે નવા કર્મો ન બંધાયા.
(૫) પણજ વેદના (ખંજવાળ) : નખથી ખણજવાથી કામ ન થાય, છૂરીથી ખણી કાઢે તો પણ સંતોષ ન થાય, તેવી ખણજની વેદનાનો અનુભવ નરકના જીવો કરે છે.
(૬) જ્વર વેદના સતત બેચેન રહ્યા કરે, શરીરમાં ધગધગતો તાવ હોય તે નિરંતર ચાલ્યા જ કરે. ચિત્ત સતત ઉદ્વિગ્ન રહ્યાં કરે છે માટે એ સતત મૃત્યુને જ ઈચ્છે છે. વેદનાઓ સતત મળ્યા જ કરે છે, એના ત્રાસથી ત્રાસીને એ મૃત્યુને ઈચ્છે છે.
(૭) દાહ વેદના : શરીરમાં પ્રગટ થાય. શીતલતા માટે ચંદનનો લેપ કર્યો. પ્રત્યેક વનસ્પતિ, વાયુકાય, અપ્લાય વગેરેની વિરાધના થઈ એમાં ઠંડકની સુખ ભોગવવાની બુદ્ધિ થઈ તેના કારણે મહામિથ્યાત્વનો બંધ થાય.
:
આત્માએ સમતામાં સુખ ન માન્યું પણ સુખ એણે ચંદનના લેપની શીતલતામાં માન્યું. પ્રતિકૂળતામાં પણ એ આનંદ માણી શકે છે તે શેનો આનંદ? સામેથી કર્મના ઉદયથી આવ્યું છે તો એને વધાવી લો અને સમતાથી ભોગવી લો તો નિર્જરા થશે. માટે જ મહાપુરુષો ઉપસર્ગો મજેથી સહન કરી શકે છે. (૮) ભય વેદના એક દૃષ્ટિએ દસ વેદનામાં ભયની વેદના સૌથી વધુ છે. વાતાવરણ સમગ્ર અંધકારમય છે, પોતાનું શરીર ત્યાંના જે દૃશ્યો છે તે બધાથી ભયભીત છે અને અવધિજ્ઞાનના કારણે પણ ભાવિમાં પરમાધામીકૃત વેદના વગેરે જે આવવાની છે તે તેના જ્ઞાનમાં આવ્યા જ કરે, સતત દેખાયા કરે એટલે આવ્યા પહેલાં જ એ ભય પામે છે. નરકમાં કઈ રીતે આત્માઓ રહેતા હશે એ કલ્પના પણ આપણને ધ્રૂજાવી દે તેવી છે. નારકી વર્તમાનમાં સાક્ષાત્ જીવવિચાર // ૧૬૩