________________
પોષ-મહા મહિનાની ઠંડીમાં હિમાલયના શિખર પર નરકના જીવોને મૂકવામાં આવે તો તેને ત્યાં હુંફાળુ લાગે ને મજેથી ઊંઘી જાય. સાતમી નરકમાં ૩૩ સાગરોપમ સુધી આવી ભયંકર વેદના ભોગવે તો પણ મરે નહીં. જગતના તમામ જીવો, મરુદેવા માતા જેવા કોકને બાદ કરતાં આ સાતે સાત નરકમાં અનંતીવાર જઈ આવ્યા છે. અહીં શીતલતા માણે છે, એમાં જ સુખ બુદ્ધિમાને છે,તેની અનુમોદના કરે છે ને વળી જગતમાં પોતાને બધાથી સુખી માને છે અને રૌદ્રધ્યાનમાં ચડી જાય ત્યારે તીવ્ર અનુબંધ બંધાય. મિથ્યાત્વની હાજરી નરકમાં પહોંચાડે ને સમકિતની હાજરી તીર્થકર નામકર્મ પણ બંધાવે, ફરક માત્ર સમજણનો જ છે. દા.ત. શ્રેણિક મહારાજાએ આ જ ભવમાં નરકનું આયુષ્ય બાંધ્યું ને સમજણ ફરી તો એ જ ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. શાકભાજી, ફળો વગેરેને ફ્રીજમાં મૂકીને એને પીડા આપવાનું જ કામ અજ્ઞાન જીવો કરે છે. વાતાવરણ ફર્યું ને આપણામાં પણ ફેરફાર થઈ જાય. દ્રવ્ય પ્રાણ કરતાં ભાવ પ્રાણની રક્ષા વધારે મહત્ત્વની છે. ફ્રિીજમાં મૂકવાથી એ જીવને ખૂબ જરિબામણ થાય, આપણા જીવદયાનાં પરિણામધિદ્દા થાય, કુણાલ ક્યાં રહી?પછી સામાયિકાદિ ધર્મ આરાધનાનો પ્રભાવ ક્યાંથી મળે? અતિ ઠંડી અને અતિ ગરમી પણ પ્રાણ હરનારી બને છે. સંયોગમાં મોહ ભળ્યો તો આનંદ આવ્યો એ આત્માનો સહજ આનંદ નથી. (૨) ઉષણ વેદના : રણપ્રદેશમાં જેઠ મહિનાના મધ્યાહ્નકાળે પિત્ત પ્રકોપવાળાને ત્યાં રાખવામાં આવે ને જે વેદના ભોગવે તેનાથી અનેક ગણી ઉષ્ણ વેદના નરકમાં છે. નરકના જીવને ખેરના અગ્નિમાં જો રાખવામાં આવે તો પણ એને ચંદનનો લેપ જેવી શીતલતાનો અનુભવ થાય. અથવા કોઈ દેવ મેરુને બરફ બનાવીને નરકમાં લઈ આવે તો ત્યાં પહોંચ્યાં પહેલાં જ એ પાણી રૂપે થઈ જાય.પુદ્ગલના સુખની અનુભૂતિ, અનુમોદના અને આમાં જ સુખ છે એવી બુદ્ધિ અને પાછા બીજાને પણ એ જ કહી પરંપરાનું પાપ ભોગવવા માટે નરકમાં જવું પડે, જ્યાં નિરંતર શીત અને ઉષ્ણ વેદના છે તેથી ત્યાં તેને ભોગવવા માટે જવાનું આવે. ધર્મસ્થાનકોમાં પખા, એ.સી.નો પ્રવેશ એટલે
જીવવિચાર // ૧૧