________________
નરકનો પ્રવેશ. પાપી આત્મા તીરે જઈને પાપ છોડે પણ તીર્થમાં (જય આદિમાં) કરેલા પાપને ક્યાં જઈને છોડશે? તીર્થમાં એ.સી. વગેરેનાં પાપને છોડવાનાં છે પણ વર્તમાનમાં ટ્રસ્ટી બને છે કોણ? ધર્મનો જાણકાર કે ધનવાન? માટે બધી જ ગરબડ ચાલે છે અને અમુક સાધુઓ તરફથી પાછો તેમાં તેમને સહકાર પણ જોરદાર મળે છે. (૩) શુલા વેદના નરકના જીવોને સુધા (ભૂખ) એટલે લાગે કે જગતમાં રહેલા બધા જ અનાજ કે શાકભાજી, ઘી પોતે ખલાસ કરે કે દૂધના સમુદ્રને પી જાય અર્થાત્ જગતના બધા જ પુદ્ગલોનું ભક્ષણ કરી જાય તો પણ સુધા સમાન ન થાય પણ તેમની સુધા વૃદ્ધિ પામે. (૪) પિપાશા સુધા વેદનાઃ નરકના જીવને તૃષા ભયંકર હોય, દુનિયાના તમામ નદી, સરોવરના પાણી પી જાય તો પણ એમની તૃષા છીપાતી નથી પણ વિધારે પ્રદીપ્ત થાય છે. જેમાં સમુદ્રનું પાણી પીવાથી તૃષા છીપાતી નથી વધે છે તેમ જેમ ખાવું એ સુખ એમ માનવું એ પ્રથમ પાપ, ખાધું તે બીજુંપાપ, અનુકૂળ ખાવું તે ત્રીજું પાપ, ખાધા પછી સ્વાદનો આનંદ - ગુણગાન તેની જ ફરી અભિલાષા એ રીતે પાપની પરંપરા ચાલે. માત્ર ચિત્તની સમાધિ (શરીરની સમાધિ) ટકે માટે ખાવું તે સિવાયનખાવું. પાચનતંત્ર મજબૂત હોય પુણ્ય હોય તોપચે, નહીં તો ખાધેલું પણ પચતું નથી. આર્તધ્યાન વધીને રૌદ્રધ્યાનમાં પહોંચે તો નરકનું આયુષ્ય બંધાય.
પરમાત્માના જીવે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં માનકષાયથી પોતાના પરાધીન નોકરે કહ્યું ન માન્યું તેથી ધગધગતા સીસાનો રસ કાનમાં રેડાવ્યો. તેના કારણે સાતમી નરકે તેમને જવું પડ્યું. તે ભયંકર કર્મનોબંધ પરમાત્માના જીવે કર્યો, તે કર્મસત્તામાં પડ્યું રહ્યું અને પરમાત્માના ભવમાં ઉદયમાં આવ્યું તે કર્મની અનુમોદના વગેરે કરીને તેમાં વધારો કર્યો. હવે એ કર્મ ત્યારે જ ઉદયમાં આવે જ્યારે એ વેદનાને જીવ સહન કરી શકે એટલે કે ફરીવાર પ્રથમ સંઘયણ વીર્યબળ પણ એટલું વધારે હોય ત્યાં સુધી એ કર્મસત્તામાં પડ્યું રહ્યું
જીવવિચાર | ૧૨