________________
આનંદ આવ્યો,પછી રંગ ગમ્યો, પછી રસ ગમ્યો, બીજાને અનુમોદના કરી પરિણામ કેટલા વિઠ્ઠા બન્યા? સાતમી નરકમાં સમકિત પામે પણ ૭મીમાંથી નીકળીને મનુષ્ય ન બની શકે. સાતમી નરકમાં સમકિત મળે પછી તેનું વમન થઈ જાય ને એ તિર્યંચ પંચેજિયમાં જાય પણ મનુષ્યપણું મળતું નથી. ૧ થી ૬ નરકવાળા સાસ્વાદન સમકિત સાથે લઈને જઈ શકે છે. (૮) સ્પર્શ અગ્નિથી પણ ભયંકર સ્પર્શ છે. જગતમાં સારા કેમ દેખાવું? એ જ પરિણામ ચાલે છે. માન અને મિથ્યાત્વ આ બે ઓળખી શકાતા નથી. સૌથી ભયાનકમાં ભયાનકસુખસ્પર્શનું છે. શીતલ પાણી, શીતલસ્પર્શ, શીતલ વાતાવરણ આપણને વધારે ગમે છે. કાયાને સાતાનું સુખ સૌથી વધારે ભોગવવાનું ગમે છે. મચ્છર કર્કશ છે પણ એને ગમે છે સ્નિગ્ધતા માટે એ એવી જ જગ્યાએ આવીને બેસે છે. માખી પણ એવી જ છે. જોડાણ પણ સ્નિગ્ધ અને રુક્ષવાળાનું જ થાય છે. આપણને પણ સ્નિગ્ધતાવાળા જ જોઈએ છે. ચામડીમાં પણ રૂપ કરતાં સ્નિગ્ધતા-ચીકાશપણું આકર્ષણનું કારણ છે. કોઢીયો જોવો ન ગમે પણ કાળી ચામડીવાળામાં પણ સ્નિગ્ધતા હશે તો તે ગમે છે. સ્નિગ્ધતા હશે ત્યાં શીતલતા હોય. રુક્ષ હોય ત્યાં ઉષ્ણતા હોય છે. ગમાનું, અનુકૂળતાનું ને રાગનું કારણ સ્નિગ્ધતાને શીતલતા છે. તીવ્ર રાગ-દ્વેષ કરવા એ જ રૌદ્રધ્યાન. તીવ્ર પરિણામ અનંતાનુબંધીનો ચડી જાય ત્યારે રૌદ્રધ્યાન થાય છે. જેમાં અગ્નિનો વિશ્વાસ ન થાય તેમ કષાયોનો પણ વિશ્વાસ ન કરવો. - મનવાળા જીવો પીડા ભોગવી શકે અને ધારે તો ન પણ ભોગવે. આત્માનો પીડા આપવાનો સ્વભાવ નથી ને પીડાપામવાનો પણ સ્વભાવ નથી, એનો સ્વભાવ તો અવ્યાબાધ છે. પણ વર્તમાનમાં એ પીડા આપે છે ને પીડા ભોગવે છે આમ કેમ? પુગલનો એને જે સંયોગ થયો તેના કારણે આમ બન્યું ને સુખ માટે પણ પુદ્ગલ દ્રવ્યનો સંયોગ જ કારણ છે આપણી માન્યતા પરમાં સુખની છે માટે પીડા પામીએ છીએ ને ભાવિમાં પણ ભયંકર પીડા પામીએ તેવા કર્મોનું સર્જન કરીએ છીએ. સુખની પ્રાપ્તિના હેતુથી પુગલ સાથે સંયોગ કર્યો ને તેના કારણે જ પીડા બંધાઈ.
- જીવવિચાર # ૧૫૮