________________
સંસારનું સુખ ઝેર રૂપ છે તેને જે અમૃત માનીને તીવ્ર આસકિતથી ભોગવે તેને ઝેરરૂપ દુર્ગંધવાળો નરકાવાસ પ્રાપ્ત થાય. જે આત્માએ ક્ષેત્ર નિમિત્તે સુખ ભોગવ્યું ને આત્માને પીડા આપી એના કારણે એનો બંધ થયો અને એ ગુણકાર રૂપે થઈને ઉદયમાં આવે છે. તિર્યંચના ભવમાં કોઈ તિર્યંચ ઝેરી પદાર્થને સુંઘવા ન જાય તો દૂર ભાગે તો પછી અહીં નરકમાં ઝેરી દુર્ગંધ ક્યાંથી મળી? જીવે મનુષ્યભવમાં જે સુગંધ માણી તેનો તીવ્ર રસ માણ્યો. અનુમોદનાનો વઘાર કર્યો તેના કારણે જે સુગંધ હતી તે પરાવર્તન પામી ગઈને વધારે કર્મ બંધાયું ને નરકમાં આવી દુર્ગંધ જન્મતા જ મળી. માટે સુગંધને માણતાં પહેલાં સત્તર વાર વિચાર કરવો. વિષયો કિંયાક ફળ જેવાં છે ખાવામાં મધુર, દેખાવમાં સુંદર ને પછી મરણ આપે એવા ઝેરી છે. સંસાર આખો ઝેરથી ભરેલો છે ને જિનવચન અમૃત તુલ્ય છે માટે ઝેરથી બચવા જિનવચનનું શરણ લેવાનું છે. પરમાત્મા અમૃતમય છે માટે પરમાત્માને અર્પણ કર્યા પછી એનો આપણાથી ઉપભોગ ન કરાય. જો સર્વથા છોડવાનો ભાવ નથી તો જે દિવસે પરમાત્માને અર્પણ કર્યું તે દિવસે તો તે દ્રવ્ય ન જ વપરાય, પણ જો અંતરથી એ છોડ્યું હશે તો સર્વથા છૂટી જ જશે નહીં તો આત્માને છેતરવાની જ વાત આવશે.
(૭) રસ નરકમાં કડવા લીમડાના રસથી પણ અધિક કડવો રસ હોય. રસમાં આત્મામાં એટલો બધો રાગનો પરિણામ આવી જાય કે એ ન મળે તો બીજાના પ્રાણોનો ભોગ લેતાં પણ અચકાતા નથી. માત્ર સ્વાદ માટે જ રસનો ઉપભોગ કરે, પેટ ભરવાનું કાંઈ પ્રયોજન નથી ત્યારે એનામાં એવા રૌદ્રધ્યાનનાં પરિણામ થયા કે અને બીજાને પીલાતા જોઈને આનંદ આવે ત્યારે આત્માની શુદ્ધ-બુદ્ધ ન રહી એવો રંગ-રૂપ-સ્વાદ પર આનંદ વધતો ગયો. આત્મા ધિષ્ઠા પરિણામવાળો બન્યો ને વાપરતા જે આનંદ આવ્યો ને પાછી અનુમોદના પણ કરી. એના કારણે આવા પ્રકારના કર્મો બંધાય છે. પરિણામ રૌદ્ર બની જાય તો એકેન્દ્રિયની હત્યાથી પણ નરકનું આયુષ્ય બંધાય. નરક માટે માત્ર પંચેન્દ્રિયની હત્યા જ જવાબદાર નથી. પરિણામનો આધાર છે. શેરડીને પીલાતી જોઈને જીવવિચાર // ૧૫૭