________________
ઉચિત વ્યવહાર છે પણ આત્મા કેન્દ્રમાં નથી માટે એ બહારમાં બધુ વ્યવસ્થિત કરે. શ્રાવક ઘરના મૂળિયા ઊંડા ન કરે કારણ એ જાણે છે કે કેટલો કાળ અહીં રહેવાનું છે. નરકની ભીંતોમાંથી સતત અશુચિમય પદાર્થો ઝર્યા કરે. લોહી, માંસ, ચરબી, મેદ, સળેખમ, બળખા વગેરે અને સ્મશાન જેવી ભૂમિ જ્યાં હાડકા, વાળ, દાંત વગેરે હોય. નરકમાં બધું જ વૈક્રિય પુદ્ગલોમાંથી વિષુર્વેલું હોય ત્યાં લોહી ને પરૂની વૈતરણી નદી હોય. દેવો શુભને છોડી શકતા નથી અને નારકો અશુભોથી છૂટી શકતા નથી. જ્યારે મનુષ્ય છૂટી પણ શકે છે અને છોડી પણ શકે છે. સાતાને અસાતા બન્ને વેદના મારે હવે ભોગવવી નથી. આ નિર્ણય થયો તો સમતા આવી શકે. અસાતા ન ભોગવવી અર્થાત્ અસાતાઅસાતા રૂપ ન લાગે, તેમાં વેદનાને વેદવી નથી, સાતા મેળવવાનો પ્રયત્ન કરવાનો નથી. જે છે તેને માત્ર જ્ઞાન દ્વારા જોવાનું કાર્ય કરવાનું છે. આપણે ભોગવીએ છીએ માટે કર્મસત્તા આપણને એ જ આપે છે.
(૬) ગંધ ઃ ગંધ પણ દુર્ગંધ છે, નીચે-નીચે દુર્ગંધનું પ્રમાણ વધતું જાય છે. વર્તમાનમાં સુગંધનાં પુદ્ગલને માણવાનો પ્રયાસ કર્યો ત્યારે સતત આ કર્મો બંધાતા જાય અને જ્યારે આયુષ્ય કર્મ બંધાય ત્યારે એ બધા કર્મો ઉદયમાં આવી જાય. માટે જ જ્ઞાની ભગવંતોએ પુદ્ગલ દ્રવ્ય પ્રત્યે ઉદાસીન ભાવ રાખવાનું કહ્યું. સુગંધ/દુર્ગંધને ભોગવવાનો પરિણામ નીકળી જાય અને માત્ર એને જ્ઞાનથી જાણવાનું છે. સમતામાં રહેવાનું છે. જ્યાં સુગંધ છે તે જ દુર્ગંધમાં પરિણામ પામી જાય છે. દુર્ગંધ છે એ સુગંધમાં પરિણામ પામી જાય છે. એમાં આપણે નાક મચકોડ્યું, અપ્રીતિ - દ્વેષનો જે પરિણામ થાય છે તેના કારણે કર્મ બંધાય છે. સમતાનો ભાવ ખંડિત થાય છે. માણસ મરી જાય પછી દુર્ગંધ આવવાની શરૂઆત થાય છે. કારણ કે પુદ્ગલોનો સ્વભાવ છે કે પરિવર્તન પામવું. ગંધની તીવ્રતા પણ પ્રાણને હરી લ્યે, માત્રા વધી જાય તો આવું થાય, માટે ટેવ પાડવાથી બધું શકય બને. અણગમો કર્યો એટલે દંડ થાય જ. કારણ સ્વભાવમાં ન રહ્યાં. સાધના એ છે કે શેયના જ્ઞાતા બનવું.
જીવવિચાર // ૧૫૬