________________
પીડા રૂપી શરીરનો બંધ હોય. નરકમાં પુદ્ગલોનો સંયોગ થાય ત્યારે અગ્નિની જાળ લાગે ને જે વેદના થાય તેવી વેદના બંધન પરિણામ વખતે થાય છે.
(૩) સંસ્થાન : પુદ્ગલ આકાર રૂપે જ રહે છે જે એનો સ્વભાવ છે. આત્મા નિરંજન - નિરાકાર છે માટે નિર્વિકાર છે. પુદ્ગલોનો આકાર ગમી ગયો તો આત્મામાં વિકાર ઊભો થયો અને એણે સમતાના પરિણામને ખંડિત કર્યો. સામાન્ય દેવના રૂપને પણ આપણે જોઈ શકતા નથી. નારકનું શરીર હુંડક સંસ્થાનનું હોય પોતાને પોતાનું શરીર જોવું ન ગમે એવું બિભત્સ રૂપ હોય. પક્ષીની કપાયેલી પાંખ, ગાલની ચામડી ઉખડી ગઈ હોય તો કેવું લાગે ? માંસ લબડતું હોય, લોહી ટપકતું હોય તે જોવું પણ ન ગમે, બીક લાગે એવું શરીર નારકીના જીવોનું હોય. વિશેષ કાંઈ પાપ નથી કર્યું માત્ર એક જ વ્યક્તિ સાથે તીવ્ર રૌદ્ર ધ્યાન કરીને નરકનું આયુષ્ય બાંધ્યું ને મરીને નરકમાં ચાલ્યા ગયાં. અહીં માત્ર રૌદ્રધ્યાન કર્યું રૂપને તો જોયું પણ નથી તો વિકૃત રૂપ કેમ મળ્યું ? રૌદ્રધ્યાનમાં હું ધૂવારૂંવા થઈ ગયો, મોઢું બગડી ગયું, ભ્રકુટી ચડાવી દીધી, આમ નરકનું સ્વરૂપ અહીં જ પ્રગટ કર્યું. રૂપ-આકારને જાતે જ બગાડ્યું માટે કર્મસત્તા પછી એવું જ આપે. પહેલા અહીં નરકગતિને ભોગવવાની પછી ત્યાં તો ચક્રવર્તી વ્યાજ સાથે ભોગવવા જવાનું છે. માટે નરકના જીવને દેહમાં રહેવાની ઈચ્છા ન થાય, સતત મરવાની ઈચ્છા કરતા હોય. મનુષ્ય ભવમાં આવીને નવું કાંઈ કરવાનું નથી માત્ર પોતાનું જે છે એને જ ભોગવવાનું છે. પરમાત્માને માત્ર યાદ કરો કે, પરથી જે પર થયા તે પરમાત્મા અને પરમાત્મા આપણને પણ એ જ કહી રહ્યાં છે કે તું પણ એ જ કર તો પરમાત્મા આપણા પુર સદાય પ્રસન્ન જ છે, એમની કૃપા આપણા પર વરસી જ રહી છે. દીક્ષા નથી લઈ શકતા તો તું પુણિયા શ્રાવક જેવું જીવન જીવ માટે જ પરમાત્માએ એના વખાણ કર્યાં એ સર્વવિરતિ લઈ શકતા ન હતાં પણ સામાયિક સિવાય એમને કાંઈ ગમતું ન હતું માટે એમને સર્વ સામાયિક મળી જતા વાર લાગશે નહીં.
જીવવિચાર / ૧૫૪