________________
હોય અને તે વિચિત્ર પ્રકારના અસિ, કુન્તાદિ, વિકુર્વેલા શસ્ત્રોના અભિઘાત રૂપ સમજવી. તે ૭મી નરકમાં ન હોય પણ લોહિત કુન્થુવા વ્રજમુખવાળા વિક્ર્વેલા એકબીજા પર ફેંકવારૂપ વેદના ૭મીમાં પણ હોય.
ક્ષેત્રવેદનાના કેટલા પ્રકાર છે ?
૧૦પ્રકારના પુદ્ગલના પરિણામની વેદના છે.
(૧) ગતિ (૨) બંધ (૩) સંસ્થાન (૪) ભેદ (૫) વર્ણ (૬) ગંધ (૭) રસ (૮) સ્પર્શ (૯) અગુરુ લઘુ (૧૦) શબ્દ.
(૧) ગતિ : નરકમાં વિહાયોગતિ હોય. નરક ગતિનો ઉદય હોય તો સીધો નરકમાં આવે. ઉત્પન્ન થયા પછી શરીરની રચના કરે તે પછીની જે ગતિ તે અશુભ વિહાયોગતિ. ચાલે ત્યારે બીજાને ગમે નહીં અને પોતાને પીડા થાય. આપણે મનુષ્ય ક્ષેત્રમાં આવ્યા પછી પણ ક્ષેત્રાતીત થવાનો ભાવ ન થાય તો પછી આપણને તિતિ ચાલવું પડે અને એને નામકર્મ બંધાય, માયા-કપટ કરે તેને અશુભ નામકર્મ બંધાય અને એના કારણે દ્રવ્યથી પણ તમે સીધા નહીં ચાલી શકો. ભાવ સરળ ન રહ્યો.
(૨) બંધ : વૈક્રિય શરીરનો બંધ. ઘાસ હોય ત્યાં નીચે પાણી અને માટી હોય તે બેના કારણે ત્યાં નિગોદ થાય અને તેના પર ચાલીને આનંદ માણ્યો તો અનુબંધ જોરદાર પડે. જીવને ખ્યાલ પણ નથી આવતો ને અનર્થદંડનાં જોરદાર પાપોનો બંધ કરે છે. તેની સામે મુનિ મહાત્મા ઈર્યા સમિતિનું પાલન કરે છે. પ્રશસ્ત શુભ ભાવમાં આવ્યા છે ને દેવલોકમાં ગયા તો જમીનથી અધ્ધર ચાલે. પરમાત્માએ જીવદયા એટલી સુંદર પાળી હતી તેથી તેમને સુવર્ણના મખમલ જેવા કમળ પર ચાલવાનું આવે છે.
ગતિના કારણે બંધ પડે છે.તેજ રા વૈક્રિય પુદ્ગલોનો
અને કાર્મણ
બંધ થશે તે પણ અશુભ થશે એટલે શરીર દ્વારા ૧ એ સતત ભયંકર પીડા ભોગવશે. જ્યારે દેવલોકના જીવોને પીડા નહીં પણ સાતાનું સુખ જ મળે. દેવોને શીતલ શરીર બંધ હોય, જ્યારે નરકને જાજવલ્યમાન અગ્નિ સમાન જીવવિચાર // ૧૫૩