________________
આત્મા અરૂપી છે એને આકાર નથી, પુદ્ગલ રૂપી છે તેને આકાર હોય. સંસ્થાન એટલે આકાર. નરકમાં પોતાને પોતાનો આકાર ગમે નહીં, સતત દ્વેષનો પરિણામ થાય. દ્રવ્ય વેદનાની સાથે નરકમાં ભાવવેદના બહુ જ ભયંકર છે. જીવ ભાવવંદના બાંધીને આવ્યો છે. દ્રવ્યના સંયોગમાં જીવે ભાવવંદના ભોગવીને ભાવવંદનાબાંધી પૂર્વે આપણે બીજાને જોઈને રાગ દ્વેષ કર્યો. મચ્છરને જોઈને દ્વેષ થાય, દ્વેષના પરિણામે સહજ આવી જ જાય છે. જે જે આપણને પ્રતિકૂળ હોય તેના માત્ર આકાર દેખાવાના છે. આત્મા તો દેખાવાનો નથી એટલે ત્યાં તરત૮ષથશે જો પોતાના શરીરનો રાગનહોય તો મચ્છર પ્રત્યે દ્વેષ નહીં થાય. (૪) ભેદ શરીરમાં જે પરમાણુનો બંધ થયો તે પરમાણુ છૂટા પડવાના છે, ત્યારે એમને કરવતથી કોઈ કાપેને જે પીડા અનુભવાય તેવી પીડા નરકના જીવને થાય છે. આપણા શરીરમાંથી પણ પરમાણુ છૂટા પડે જ છે, જે છાયા દેખાય છે તે એનીજ છે. માટે જન્મ વખતે જે પીડા છે તેનાથી અનેકગણી પીડા મરણ વખતે થાય છે. જન્મ વખતે જે કામણ શરીર છે એની સાથે ઔદારિક વર્ગણા જોડાય ત્યારે પીડા થાય છે અને પછી જન્મીને શરીર સાથે એકમેકતા કરી દીધી છે તેથી જ્યારે તેનાથી છૂટા પડવાનું થાય ત્યારે એટલે ભયંકર પીડાનો અનુભવ થાય છે. (૫) વર્ણ રંગ-રૂપ. નરકના જીવોને સર્વત્ર અંધકારમાં રહેવાનું છે અને તેનો રંગ કાળો હોય છે. વર્તમાનમાં જીવે શરીરને જેજેરંગરાગ કર્યાનેબહારમાં રંગરોગાન કરીને જે જીવોને પીડા આપી, એની અનુમોદના કરી એના કારણે જે પાપ બંધાયું તેને હવે કર્મસત્તા એવા સ્થાનમાં મૂકી દેશે કે તેને પોતાનું રૂપ જોવું પણ ન ગમે. આત્મામાં વ્યવસ્થિત થવાને બદલે બહારમાં બધું વ્યવસ્થિત કરીને મિથ્યાત્વના કારણે વિપરીત માન્યતા ઊભી કરીને કષાયોને પોષ્યા, બહારના રંગરોગાનથી પોતાને ઠીક લાગ્યું, સમાજમાં સારું લાગશે એમ માન્યું તે મિથ્યાત્વા જીવદયાના પાલન માટે થરને સ્વચ્છ-ઠીક-વ્યવસ્થિત રાખે તે
જીવવિચાર || ૧૫૫