________________
★
પદાર્થ પર વિશેષથી બેસે છે ગોળ, કફ, સળેખમ વગેરે પર જામી પડે છે. મચ્છર પણ આપણા શરીરના કોમળ ભાગ પર વિશેષથી બેસવાનો પ્રયત્ન કરે છે તેથી આપણને તેના પર વિશેષથી દ્વેષ—અરતિ અણગમો પ્રગટ થાય છે. જો તેમાં સાવધાન ન રહીએ તો તે ભવોમાં જવું સુલભ થઈ જાય. આથી જ્ઞાનીઓએ સમતાની સિદ્ધિ માટે ડાંસ–મચ્છરના પણ પરિષહને સહન કરવાનું વિધાન કર્યું છે.
મચ્છર ઃ લોહી પીને જીવન ગુજારનાર એક જીવ. તેનો ડંખ ખૂબ તિક્ષ્ણ હોય છે તે મનુષ્ય તથા બીજા અન્ય પ્રાણીઓનું લોહી ડંખ મારીને ચૂસે છે.
કંસારી : (ઝીંગુર) અવાજ કરતું એક જીવ. તે ઉડી શકતું નથી કૂદકા મારી શકે છે. તે રાત્રે અવાજ કરે તો એક કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાય શકે છે.
કવિલ : કરોળિયા. મુખની લાળના તંતુઓ વડે જાળ બનાવતો આઠ પગવાળો જીવ છે. સામાન્યથી આ જીવ પોતાની જાળમાં ફસાયેલા કીટો પર જીવન ગુજારે છે. કેટલાક કરોળિયા અત્યંત ઝેરી હોય છે. ડોલાઈઃ ખડમાંકડી. આ જીવ દેખાવે રૂપવાન હોય છે અને મનુષ્યથી ગભરાઈને તેનાથી બચવા માટે તે મનુષ્ય ઉપર મૂત્ર કરતું હોય છે. તે મૂત્રમાં એસીડનું પ્રમાણ વધારે હોવાથી ચામડી ઉપર ફોલ્લા થતા હોય છે.
મચ્છર
કંસારી
જીવવિચાર // ૧૩૭
ડોલાઈ
કવિલ