________________
પર્યાપ્ત ચઉરિન્દ્રિય સર્વથી થોડા છે. એનાથી અધિક પર્યાપ્ત બેઈન્દ્રિય. તેનાથી પણ અધિક પર્યાપ્ત તેઈન્દ્રિય છે. એનાથી અસંખ્યાત ગુણ અપર્યાપ્ત ચઉરિન્દ્રિય છે એથી અધિક અપર્યાપ્ત તેઈન્દ્રિય અને એથી વિશેષ અપર્યાપ્ત બેઈન્દ્રિય છે. વિકલેન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ આથી તેના કુલ છ ભેદ થાય.
પશ્ચિમ દિશામાં સૌથી ઓછા વિકલેન્દ્રિય, પૂર્વમાં અધિક, દક્ષિણમાં એથી અધિક અને ઉત્તરમાં એથી પણ અધિક છે. એમનું અલ્પ બહુત્વ અકાય જીવો પ્રમાણે છે કારણ કે એમની ઉત્પત્તિ જળાશયોમાં વધુ જણાય છે. પોરા, શૃંખલા વિગેરે જીવો પ્રાયઃ જળમાં ઘણા હોય છે. કુંથવા વિગેરે સેવાળમાં અને ભમરા વિગેરે કમળ—પુષ્પમાં બહુ હોય છે.
વિકલેન્દ્રિય જીવોની જયણા :
આ જીવો સામાન્યથી ગંદકીવાળા ક્ષેત્રોમાં અને વિષમ વાતાવરણમાં વિશેષ ઉત્પન્ન થાય છે તેથી જેટલી સ્વચ્છતા વધારે તેટલો ઉપદ્રવ ઓછો થાય. એંઠવાડ વિગેરે વધારે ન થાય, જ્યાં ત્યાં તેને ન ફેંકતા, યોગ્ય રીતે સુકાઈ જાય તે રીતે જયણાપૂર્વક તેનો નિકાલ કરવાથી વિકલેન્દ્રિય જીવોની
જયણા થાય.
કપડા, અનાજ, મસાલા વિગેરે ખાદ્ય પદાર્થો રાખવામાં ડામરગોળી, પારો, દિવેલ લગાડવું. પુસ્તકમાં તમાકુ મૂકવાથી જીવાત ન થાય.
જીવવિચાર // ૧૩૯