________________
ચઉરિક્રિય જીવોને સામાન્યથી દથી ૮ પગ હોય અને મોઢા પર શિંગડા જેવા બેવાળ જેવા ભાગ હોય. તેઈન્દ્રિય જીવોને૪ કેપગહોય અને બેઈન્દ્રિય જીવોને પગ ન હોય, ચહેરિન્દ્રિય જીવોને ચક્ષુ મળવાથી વસ્તુમાં રૂપનું જ્ઞાન થાય અને તે રૂપમાં આસક્ત થાય અને વિવેકના અભાવે તેમાં તદાકાર થઈ જાય. પતંગિયા અગ્નિને ભાળે અને તેમાં પડે ને મૃત્યુને પામે અને ધ્રાણેન્દ્રિય જેની તીવ્ર હોય તે ભમરાદિ સુગંધમાં આસક્ત થાય. કમળની ગધમાં આસક્ત થઈ કમળ બિડાઈ જવાથી તેમાં મૃત્યુ પામે. મધમાખીઓ પરાગ ચૂસી ચૂસીને તેની લાળ વડે મધ બનાવે તે જ મધમાં તેઓ આસક્ત થાય તેની મમતાથી બંધાઈ જાય. મનુષ્ય ભવમાં ગંધ, રૂપની આસક્તિ વડે આવા ભવોની પ્રાપ્તિ થાય. અમેરિકામાં કીડી, મંકોડાને મધખવડાવી તગડા કરી બ્રેડ વચ્ચે રાખી જીવતા (સેન્ડવીચ) રૂપે ખાય.
વિકલેન્દ્રિય જીવો અતિશય તુચ્છભવવાળા કહેવાય. પ્રાયઃ ઉપદ્રવના સ્વભાવવાળા છે તેથી દેવલોકમાં, યુગલિકક્ષેત્રમાં કેયુગલિક કાળમાં ઉત્પન્ન થતા નથી. વિકલેન્દ્રિય જીવો–નરકગતિમાં જઈ શકતા નથી અને દેવમાંથી વિકલેજિયજીવતરીકે ઉત્પન પણ થઈશકતા નથી.વિકસેન્દ્રિયમાંથી મનુષ્ય ભવમાં આવેલ જીવ વિપુલમતિ–મન:પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. અર્થાતુ અપ્રમત્ત ગુણ સ્થાનકની સ્પર્શના ન કરી શકે. વિકલેન્દ્રિય
જીવો ત્રસનાડીમાં હોવાથી છ એ દિશાનો આહાર ગ્રહણ કરે. || વિકલેન્દ્રિય જીવોનું સંખ્યા પ્રમાણ:
સાત રાજ ઘની કૃત એક પ્રતરના અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખડો થાયતેટલા) પર્યાપ્તબેઈજિયજીવો, તેટલાં જ તેઈન્દ્રિય, તેટલાં જ ચઉરિજિય અને તેટલાં જ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોનું સંખ્યા પ્રમાણ છે. અપર્યાપ્તા અસંખ્યાત પ્રમાણ લેવાના (પંચ સંગ્રહ).
જીવવિચાર || ૧૩૮