________________
નકાદિ ક્રમે પંચેન્દ્રિયના ચાર ભેદ અને તેનું કારણ :
નારક - તિર્યંચ, મનુષ્ય અને દેવ. ભેદ પાડવાનું કારણ નરકમાં વ્યક્ત પીડા અત્યંત અધિક છે પછી એનાથી ઓછી તિર્યંચગતિમાં પછી મનુષ્ય ને છેલ્લે દેવ.
સંદી પંચેન્દ્રિય જીવોના પ્રકાર :
ચાર પ્રકારના સંશી પંચેન્દ્રિય જીવો છે. નરક, તિર્યંચ, દેવ અને મનુષ્ય. મનુષ્ય અને તિર્યંચ સંશી ને અસંશી બન્નેપ્રકારના હોય છે. એકેન્દ્રિયાદિ જાતિની અપેક્ષાએ પંચેન્દ્રિય સૌથી ઊંચા કહેવાય. નિશ્ચયથી જીવોની જાતિ છે જ નહીં. જન્મ જરા મૃત્યુ નિવારણાય એમ બોલીએ ત્યારે ભાવની સ્પર્શના થાય કે જે પુષ્પો આદિ દ્રવ્યો પૂજા કરતાં પરમાત્માને ચડાવીએ છીએ તે તમામ ભવ્ય આત્માઓ છે. જે આત્માના ભવ્યત્વનો વિકાસ થાય તે જીવો સ્થાવરકાયાદિમાંથી છૂટીને જન્મમરણથી મુક્ત બને અને જે પરમાત્માને અર્પણ કર્યુ તેનો ઉપયોગ હવે પોતાના માટે ન કરે અને કરવો પડે તો પણ કેટલો કરે ? અને કઈ રીતે કરે ? ભાવના સાવ લુખ્ખી ન હોવી જોઈએ. પછી પૂજા માટે સ્નાન કરતાં પાણી કેટલું ઢોળાય ? આત્મા જાતિથી રહિત છે અને જાતિ એ કર્મનો પર્યાય છે અને એમાંથી આત્માએ મુક્ત બનવાનું છે. જેમ જેમ આત્મા, આત્મભાન ભૂલી મોહમાં મૂઢ બનતો જાય તેમ તેમ ગુણો દબાતા જાય તેમ તેમ પંચેન્દ્રિયથી ઊતરતા એકેન્દ્રિય સુધીના કર્મો બંધાય.
પંચેન્દ્રિયને પુણ્ય પ્રકૃત્તિ કહી છે બાકીની ચાર એકેન્દ્રિયાદિ પાપ પ્રકૃત્તિ છે. પંચેન્દ્રિયમાં આવીને આત્માને જાણે, આત્માનું હિત કરવાનું મન થાય તો જ પુણ્ય પ્રકૃત્તિ કહેવાશે. દેવ-નરકમાં જીવ, મનને કારણે હિતાહિતનો વિચાર કરી શકે, નરકને પાપ ગતિમાં ગણી છે. મોટા ભાગના જીવોને નરકમાં જીવવું ગમતું નથી પણ મરણ ગમે છે, માટે પાપ ગતિ કહી છે. તિર્યંચોને મરવું ગમતું નથી. નરકમાં સમ્યગ્દૃષ્ટિ આત્મા જ સમાધિમાં રહી શકે છે. નરકને પંચેન્દ્રિયજાતિ તરીકે પુણ્ય પ્રકૃતિ ગણાવી છે કારણ સમ્યક્દર્શનને પામી શકે છે. ત્રસનાડી એક રજ્જુ પહોળી છે ને ચૌદ રજ્જુ લાંબી છે. ત્રસ જીવો માત્ર
જીવવિચાર // ૧૪૨