________________
* પંચેન્દ્રિય જીવોનું સ્વરૂપ*
પીન્દ્રિયમાં બે વિભાગ : સંશી અને અસંશી.
પંચેન્દ્રિયમાં પણ બે વિભાગ સંશી અને અસંશી. અસંશી પંચેન્દ્રિયને મન નથી માટે તે સંમૂર્છિમ જેવા છે. દા.ત. ૨,૩,૪ ઈન્દ્રિયવાળા કરતાં એનું જ્ઞાન અધિક છે, પ્રવૃત્તિ વધુ કરી શકશે પરંતુ ઉદય મિથ્યાત્વનો છે માટે આત્મહિતની વિચારણા નહીં કરી શકે માટે એની પુણ્યપ્રકૃતિ પણ પાપ વધારવા માટે જ છે. માટે જ એકેન્દ્રિય કરતાં બેઈન્દ્રિયને ૨૫ ગણું, તેઈન્દ્રિયને ૫૦ ગણું, ચઉરિન્દ્રિયને ૧૦૦ ગણુ અને અસંશી પંચેન્દ્રિયને ૧૦૦૦ ગણું કર્મ બંધાય જ્યારે સંશી પંચેન્દ્રિયને સાગરોપમની સ્થિતિનું કર્મ બંધાય. માટે આ જીવોને જોઈને આપણે કરુણાના પરિણામ લાવવાના છે દયા ધર્મકા મૂલ હૈ.
જીવ સમ્યગ્દર્શન ક્યા પરિણામોનો અનુભવ કરે ? જીવ સમ્યગ્દર્શનમાં શુદ્ધ સ્વ પર દયાના પરિણામનો અનુભવ કરે છે.
દેશના અમૃતધારા વરસી, પ૨પરિણતિ સવી વારી જી જે જીવોને જોઈને દ્વેષ થાય (કીડી, માંકડ, મંકોડા, મચ્છરો) આપણને ક્રૂરતાના પરિણામ આવી જાય તો ત્યાં ક્રૂરતા નથી કરવાની પણ દયાના પરિણામ લાવવાના છે.
આપણે સંખ્યાત, અસંખ્યાત ને અનંત જીવોની સાથે રહીએ છીએ તે જાણતા નથી માટે દયાનો પરિણામ ક્યાંથી આવશે ? તો ધર્મ શું કર્યો? દયાના પરિણામ એ સમ્યગ્દર્શનના પરિણામ છે. આપણે બચાવી શકીએ કે નહીં એ બીજા નંબરની વાત છે પણ ઉપયોગ તો હોવો જ જોઈએ. પરમાત્માની આજ્ઞા શું છે ? નમો સિદ્ધાણું—તું સિદ્ધ બન પાંચમે અનંતે સિદ્ધના જીવો લોકાંતે રહેલા છે અને આઠમેં અનંતે સંસારી જીવો છે જે સમગ્ર ચૌદ રાજલોકમાં ભરેલા છે. લોકાંતે પણ સંસારી જીવો છે. જ્યારે તમામ જીવોમાં રહેલા સિદ્ધત્વને જુવે અને એક પણ આત્માની પીડા એનાથી સહન ન થાય એ રીતે પોતાના વીર્યને ફોરવે ત્યારે પોતે સિદ્ધ બને. સત્તાએ સિદ્ધ હોવા છતાં વર્તમાનમાં એ જીવવિચાર // ૧૪૦