________________
પૃથ્વીઓ નીચે નીચે વિસ્તારવાળી છે. પ્રથમ રત્નપ્રભા ત્રસનાડીમાં સમાઈ ગઈ છે બાકીની બધી જ પૃથ્વીઓ ત્રસનાડીની બહાર વિસ્તારવાળી છે. રત્નપ્રભા કહીને રત્નત્રયીની આરાધના કરતાં ઉત્તમ આત્માઓ ત્યાં જ રહેલા છે માટે યથાર્થ નામવાળી છે તેમજ રત્નાપૃથ્વીનો ૧૬ હજાર યોજનાનો એક વિભાગ ૧૬ પ્રકારના રત્નોથી ભરેલો છે, તેથી દ્રવ્યથી પણ તેનું નામ સાર્થક છે. જેમ આત્મા પરિણામથી નીચે પડતો જાય તેમ-તેમભાવથી અધોગતિ અને નીચે જવું તે દ્રવ્યથી અધોગતિ. તિચ્છલોકમાંથી જ જીવો નરકમાં જઈ શકે. બાકીના ક્ષેત્રમાંથી નરકમાં જવાનો પ્રતિબંધ છે. તિથ્વીલોકમાં રહેલા આત્મા જો તિર્થો સ્વભાવને છોડે તો ઊર્ધ્વગતિ કરી શકે. પોતાના આત્મસ્વભાવમાં ન રહેતો એને નરકમાં પણ જવું પડે. આપણને ઉપયોગ આવવો જોઈએ કે મારું સ્થાન માત્રદ્રવ્યથી લોકાગ્ર જ છે, નિશ્ચયથી મારા આત્મપ્રદેશોમાં સ્થિર થવું અને પૂર્ણ ગુણરૂપે રમવું તે જ છે. જે સરળગતિ ન કરે તેને પહેલાંતિથ્થગતિ આવે પછી અધોગતિ. મનુષ્યમાંથી તિર્યંચગતિને ત્યાંથી વાયા નરકગતિમાં જાય. મનુષ્યગતિ માત્ર પંચમીગતિ એટલે મોક્ષ ગતિમાં જવા માટે છે. જે મનુષ્ય તિર્યંચગતિને પકડે, સરળતાને છોડી દેતેને તિર્યંચગતિ મળે છે. પોતાનું નથી તે મેળવવાનો ભાવ થયો ને તેને મેળવવા દુઃખી થયો એટલે માયા કપટ કરે. આધ્યાન કરી તે તિર્યંચગતિમાં જાય. ખાવા પીવાના ધ્યાનમાં જ રહે તે તિર્યંચગતિમાં જાય.જે દેવલોકમાં જવાના હોય તેને અંત સમયમાં ખાવા પ્રત્યે અરુચિ થશે. દેવો વિકલેજિયમાં ન આવે પણ આસક્તિના કારણે દેવો એકેન્દ્રિયમાં જાય. એને સંતોષના પરિણામને કારણે મનુષ્યભવ પણ મળે.
નરકમાં ત્રણ પ્રકારની વેદના છે:
(૧) ક્ષેત્રવેદના (૨) પરમાધામી કૃત વેદના (૩) પરસ્પર ઉદીરિત વેદના.
પ્રથમક્ષેત્ર વેદનાબધાને જ હોય (૧થી ૭નરકમાં હોય) પરમાધામી કૃતવેદના પ્રથમ ૩ નરક સુધી હોય. પરસ્પર ઉદીરિત વેદના ઠ્ઠી નરક સુધી
જીવવિચાર | ૧૫૧