________________
તો જ એકએક સમયની ગંભીરતા સમજાશે. મનુષ્યના ભવમાં ઊર્ધ્વગતિનું કામ ન કર્યું માટે એને આયુષ્ય બંધાયું. ભાવથી ઊર્ધ્વગતિ છોડી એટલે એને દ્રવ્યથી અધોગતિ જ બંધાય. ગતિ કર્મમાં પણ નરક આનુપૂર્વીગતિ, અશુભ - વિહાયોગતિ ને નરક ગતિ, આ ત્રણે નામકર્મની ત્રણે અશુભ પ્રકૃતિઓ જે દેવ, મનુષ્યને ઉચિત કાર્ય ન કરે પણ હિંસાદિ પાપો તીવ્રભાવે કરે તેને બંધાય. નરકગતિનો ઉદય આવે એટલે એને અધોગતિમાં જવું પડે. વળાંક વખતે આનુપૂર્વીગતિ ઉદયમાં આવે, બે ગતિના પ્રભાવે જીવ નરકમાં આવી ગયો ને ચાલવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે એ વિહાયોગતિ કહેવાય. અશુભ વિહાયો ગતિના કારણે નરકની ચાલ અશુભ હોય. શુભ વિહાયો ગતિના કારણે હાથીની ચાલ શુભ હોય. ઉત્તરવૈક્રિય શરીર બનાવી શકે પણ નરકની બહાર ન જઈ શકે. શરીર સારું બનાવવા ધારે તો પણ ખરાબ જ બને અને બીજા શરીર બનાવીને બીજાને માર્યા કરે. નરકનો જીવ ચાલે એ બીજાને પણ ગમે નહી અને તપેલા લોખંડ પર પગ મૂકતા જે પીડા થાય તેવી પીડાનો અનુભવ એને ચાલતી વખતે થાય. આવું કર્મ કઈ રીતે બંધાયું? શરીરને સાતા આપવા કોમળ કાયાવાળા જીવો પર મજેથી ચાલ્યો (બગીચામાં ઘાસ પર) ને એનો સ્પર્શ ગમ્યો, શીતલતા ગમી ને પાછું એની અનુમોદના કરી. આવા પ્રકારના પાપથી આવા કર્મ બંધાવાનું સંભવે. જે સેવો તે જ મળે, છોડી દો તો છૂટે. સાતા, શીતલતા બાંધી માટે વિપરીત મળે. નરકનાં તળિયા કર્કશ હોય - પગ છોલાયા કરે, અશુચિ પદાર્થોથી ભરેલા હોય, નિંદા કરતાં, ઠઠ્ઠા-મશ્કરી કરતાં સો વાર વિચાર કરવાનો છે.
પ્રથમ પૃથ્વીમાં રહેલા નરકાવાસનું વર્ણન :
એક લાખ ૮૦ હજાર યોજનની રત્ન પ્રભા પૃથ્વીમાંથી ઉપર નીચે ૧ હજાર યોજન છોડીને બાકીના એક લાખ ૭૮ હજાર યોજનમાં ૧૩ પ્રતર (માળ વિભાગ) આવેલા છે. પ્રતર ૩ હજાર યોજન ઊંચા છે. પ્રતરો વચ્ચે આંતરું (૧૧૫૮ ૧/ ુ યોજન) છે. દરેક પ્રતરના મધ્ય ભાગમાં એક એક નરકેન્દ્ર ઈન્દ્ર નરકાવાસ છે.
એમાં પહેલા પ્રતરમાં સીમંતક નરકેન્દ્રથી ચાર દિશામાં અને ચાર જીવવિચાર // ૧૪૮