________________
ભેગા કરવાથી (H,૦) તેમાં (વર્ણ, ગંધ, રસ, સ્પર્શી ચારેની ખાત્રી થાય છે. વાયુ ગાય-ઘોડાઆદિની જેમ બીજાની પ્રેરણા વિના પણ તિર્છાઅનિયમિત ગતિ કરે છે. વાયુકાય એ પાણીની યોનિ છે, તે વાત વૈજ્ઞાનિક લર્વાક ઈઝરે પણ સાબિત કરી છે. પાણી એ સ્વતંત્ર દ્રવ્ય નથી પણ વાયુનું બનેલું છે. પાંચ સ્થાવરમાં બાદરવાયુકાય પર્વત વગેરે નક્કર ભાગ સિવાય ૧૪ રાજલોકમાં સર્વત્ર છે. પોલાણમાં સર્વત્ર વાયુના જીવો રહેલા છે. સિદ્ધના આત્માઓ જ્યાં છે ત્યાં પણ બાદરવાયુકાય છે. એકલીમડાના પાન જેટલા બાદર વાયુકાયનાં જીવો જો પોતાનું શરીર લીખ જેટલું બનાવે તો આખા જંબુદ્વીપમાં ન સમાય.
વાયુકાયનું સંખ્યા પ્રમાણ
બાદર વાયુકાય ઘનીકૃત લોકાકાશ પ્રતરના અસંખ્યાતમા આકાશ પ્રદેશ પ્રમાણ રાશિ, સંખ્યા પ્રમાણ છે. બાદર પર્યાપ્ત અપૂકાયથી વાયુકાય અસંખ્યગુણ અધિક છે. જ્યારે પર્યાપ્ત બાદર વાયુકાય અપર્યાપ્ત બાદર અપકાયથી અસંખ્યાત ગુણ અધિકછે.અપર્યાપ્તસૂક્ષમ વાયુકાય સૂરામ પર્યાપ્ત અપૂકાયથી વિશેષ અધિક છે.
આમ ચાર સ્થાવરકાયમાં (વનસ્પતિ સિવાય) વાયુકાયની સંખ્યા સૌથી વધારે છે. આથી દરેક જીવને વાયુકાય સાથે રહેવાનું વધારે થાય. આથી આપણને પણ અનાદિના સંસ્કારના કારણે તેની સાથે રહેવામાં આનંદ–સુખરૂપ લાગે છે અને તેમાં જ સૌથી વધારે સાતાનો અનુભવ થાય છે. એ આનંદ–અનુમોદનાના અનુબંધની પરા વડે ૭મી નરકમાં ૩૩, સાગરોપમનો દીર્ઘકાળ અત્યંત શીત વેદનાનો અનુભવ કરવા જવું પડે. માટે વાયુકાયથી સાવધાની પૂર્વક રહેવું જોઈએ. એ.સી. આદિનો ઉપયોગ કરતી વખતે આ સાવધાની રાખવાની જરૂર છે નહીં તો ૩૩ સાગરોપમ સુધી સહન ન થાય તેવી ઠંડીમાં રહેવાની કર્મસત્તા સજા કરશે. 1 વાયકાયના શસ્ત્રો પખા, વીજળી, ચામર, સુપડી, બારી ખોલ બંધ કરવી, ચંદનગંધ, વાળા, તાપ.
જીવવિચાર || ૮૮