________________
સમક્તિ મળે તો પણમિથ્યાત્વનો પ્રદેશોદય હોયતો શંકાદિ અતિચાર સંભવે. તે વખતે પણ આત્માને પોતાની શુદ્ધ અવસ્થાનું ભાન આવે તે માટેના પ્રયત્ન હોય કે ન પણ હોય. આત્માએ દીર્ઘકાળ નિગોદમાં પસાર કર્યો અને ત્યાંથી નીકળીને બહુ મોટો ભાગ પાંચ સ્થાવરમાં પસાર કરીને અકામ નિર્જરાના બળે જીવત્રતપણાને પામ્યો. સકામનિર્જરા તો સ્થાવરકાયમાં શક્ય જ નથી, તેને મન જ નથી તેથી ઇચ્છાપૂર્વક નિર્જરા કરી શકે નહીં. ઇચ્છની શરૂઆત ત્રસકાયથી શરૂ થાય પણ તેમાં અસંજ્ઞી પંચેન્દ્રિય સુધી જીવને જે ઇચ્છા થાય તેતપ સંબંધિ થાય નહીં પણ ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ ત્યાગરૂપ ઇચ્છા થાય તેથી તેને કર્મબંધ વધતો જાય. સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ દેવ–નારકો નિકાચિત પુણ્ય-પાપને ભોગવતાં હોવાથી તેઓ તપની ઈચ્છા કરી શકતા નથી તેથી તેમને વિશિષ્ટ નિર્જરા ન થાય. જ્યારે તિર્યચો પ્રાયઃ સુધાવેદનીયના ઉદયવાળા હોવાથી તેઓને પણ તપની ઇચ્છા મહાદુર્લભ. કોઈકજીવોને જાતિ-સ્મરણાદિ 'થાય તો તપ-ત્યાગાદિની સમજણ પડે તો સ્વેચ્છાએત્યાગ–કષ્ટ સહન કરવા વડે સકામ નિર્જરા કરી શકે. ફક્ત મનુષ્ય ભવમાં જજીવ સકામનિર્જરા કરી શકે છે પરંતુ મોટાભાગના આત્માઓ હરવા-ફરવામાં સુખ માને છે. અનુકૂળ તા મેળવવા અને ભોગવવામાં સુખ માનનારા હોવાથી તે મેળવવા માટે ત્રસનામ કર્મ ખપાવવાને બદલે વધારી નાખે છે. બગીચામાં ફરવા ગયા ત્યાં બહુ મજા આવી–આનંદપૂર્વક ત્યાં સ્થિર થવામાં જાતને સુખી માનવા દ્વારા સ્થાવર નામકર્મ બાંધી લે, કારણ કે લીલોતરી ગમી હવાગી અને તેમાં સ્થિર થયા તો કર્મસત્તા જીવને ત્યાં સ્થિર કરી દે છે.
ત્રસકાયમાં કોણ રખડે?જે તત્ત્વને જાણતો નથી અર્થાત્ આત્માના હિત અહિતનો જેને વિવેક નથી તે સંસારમાં પરિભ્રમણ કરે છે.
જીવવિચાર // ૧૨૭.