________________
જલો : પાણીમાં થનારા જીવો ત્રણ ઈંચ લાંબા—બગડેલ લોહી ચૂસી પછી શરીરથી છૂટું પડી જાય. પૂર્વના કાળમાં રંગારા જલો કીડામાંથી લોહી કાઢી, તે લોહી વડે કપડા રંગતા. કપડુંફાટે પણ રંગ ન જાય. ઘણી વખત ક્રોધના આવેશમાં કહેવાઈ જાય છે કે અરે પીટીઆ, મારું લોહી પીએ છે હજી કયાં સુધી પીવું છે ? આવું બોલનાર જો આલોચના ન કરે તો તે જીવોને જેવો ભાવ તેવો ભવ બીજાને લોહી પીનારો કહેનારને કર્મ સત્તા કદાચ લોહી પીવાના સ્થાનમાં મોકલી આપે... ચંદણગ : અક્ષ તરીકે પ્રસિદ્ધ અથવા આરિયા—શંખ જેવા શંકુ આકારના દરિયામાં ઉત્પન્ન થનારા હોય છે.
ઉપરનો ભાગ કાપીને નીચેનો ભાગ સ્થાપનાચાર્યમાં ઉત્તમ દ્રવ્ય તરીકે ઉપયોગમાં લેવાય છે કારણ કે સુધર્માસ્વામીજીની જંઘામાં તેનું ચિન્હ હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવે છે.
અલસ (શિશુનાગ) : વર્ષાકાળમાં કોમળ માટીની નીચે પ્રાયઃ વિશેષ જથ્થામાં ઉત્પન્ન થાય. શરીર અત્યંત કોમળ અને ત્રણ–ચાર ઈંચ લાંબુ, બન્ને બાજુ સર્પની જેમ ચાલનારા હોય, તેને લોકમાં અળસીયા કહેવાય છે.
હુગાઈ (લહુગા) લાળિયા જીવ. કુથિત પરૂ વગેરેમાં તથા લાળ વગેરેમાં ઉત્પન્ન થાય.
મેહરિ : લાકડામાં ઉત્પન્ન થાય (ઘુણ) લાકડાને કોરી તેમાં 'અ' વગેરે અક્ષરો કરે. તેના પરથી લોકમાં ઘુણાક્ષર ન્યાય પ્રસિદ્ધ થયો.
લો
સંદગણ
//G
મેહરિ
જીવવિચાર // ૧૨૯
અવા