________________
જા, લીખ, માંકડ, કાનખજુરા, કંથવા ઉત્તિગિયા; સાવા, કડી, ઉધેઈ, ને ઘીમેલ, ઈયળ, ધાન્યની; ચાંચડ, ધનેડાને મકોડા, ને ઈયળ ગુડખાંડની; ૧૬
છાણ અને વિષ્ટાતણા, કડા ગીંગોડા જાતિઓ; તે ઇન્દ્રિ ગોપાલિક, ગોકળગાય આદિને જુઓ. ૧૭ તેઈજિયજીવોનું સ્વરૂપઃ ગોમીઃ કાનખજુરા-કર્ણશૃંગાલી (ગુલ્મી) ઘણા પગવાળા હોય. મંકણ માંકડ (બીજા જીવોનું લોહી પીવાનું કામ કરે છે.) જૂઃ માથામાં જૂ પડે છે. પરસેવો અને મેલના કારણે જૂ પડે. મેલા અને પરસેવાવાળા કપડામાં પણ જૂ પડવાની સંભાવના હોવાથી સાધુઓને લોચ કરાવવાનો છે. જિન કલ્પીઓને લોચ રોજ કરવાનો, સ્થવિર કલ્પીઓને વર્ષમાં બે કે ત્રણ વાર, વધારે વાર પણ કરાવી શકાય. અહિંસાના પાલન અર્થે જિનદીક્ષા ગ્રહણ કરતી વખતે પ્રથમ જ લોચ કરવાનું ફરજિયાત છે. પ્રથમ મસ્તક મુંડન થાય, પછી બધા વેશનું પરિવર્તન થાય છે. દ્રવ્યથી મસ્તક મુંડન–ભાવથી કષાય મુંડન. શરીરની મમતા તોડવાની છે. જાવજીવ સામાયિકની પ્રતિજ્ઞા કરીને સમતામાં રહેવાનું સમતામાં રહેવા માટે કાયાની મમતા તોડવાની છે.
ગોમી
.: માતા
પ્રકાર
જીવવિચાર || ૧૩૧