________________
a ભવરૂપી સમુદ્રમાં છવ કયા કારણે ડૂબે છે?
આચારાંગ શાસ્ત્રમાં પુલના શબ્દાદિ ગુણ પર્યાયોને ભવ સમુદ્રના વિષયરૂપી મહા આવર્ત કહ્યા છે. ને પુછે રે આવશે, ને સાવ છે (ફૂ.૪૦–૩.૧).
- (કાચારાંગ સત્ર) જે શબ્દાદિ વિષયો (ગુણો) છે તે સંસાર રૂપી આવર્ત છે. જે આવર્ત છે તે સંસાર છે. જેમાં સમુદ્રના આવર્તમાં ફસાયેલો જીવ તે આવર્તમાં ઘુમતો-ઘુમતો સમુદ્રના તળિયે ચાલ્યો જાય છે તેમ શબ્દાદિઆવર્તમાં ફસાયેલો જીવ દીર્ઘકાળ સંસારમાં ભમે છે અને દુર્લભ રીતે પ્રાપ્ત થયેલા ધર્મને પણ ગુમાવી દે છે. સંસારમાં જે સાતા (અનુકુળતા)નું સુખ મળે છે, તેમાં મૂળ પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય તથા તેમાં વિશેષથી વનસ્પતિકાય છે. વનસ્પતિકાય તરફથી મળતી વર્ણ, ગંધ, રસ અને સ્પર્ધાદિ સુખ–સાતાને સ્વયં ગ્રહણ કરવા રૂપ માને છે માટે જ ભોગવવા રૂપ સંસાર આવર્તમાં ફસાય છે અને પોતાના માનેલા સ્વજનાદિને પણ તેમાં ફસાવે છે. u શા માટે જીવ સંસારરૂપી આવર્તમાં ફસાય છે?
પ્રથમ જીવમાં મિથ્યાત્વનો આવર્ત છે. તેથી વિપર્યાસ પરિણામ થાય છે. સ્વાભાવિક આત્મ ગુણની રુચિવાળા હોવા છતાં વર્તમાનમાં કાયાથી વીંટળાયેલો છે. તેથી ગુણની રુચિકાયામાં પરાવર્તન પામે છે, તેથી કાયાવાળાના ગુણોની રુચિ પ્રગટ થઈ. કાયાના ગુણો વર્ણગંધાદિ છે, તે પાંચે ઈન્દ્રિયોના વિષયરૂપ છે તેથી જીવ પાંચ વિષય રૂપી આવર્તમાં ફસાઈ આર્તધ્યાન રૂપ સંસારમાં ભમી રહ્યો છે. વિષયો ક્યારે મળે, મળેલા હુંજ ભોગવું, બીજા ભોગવી ન જાય અને મને મળેલા વિષયો છૂટી ન જાય તેની સત્તત ચિંતા. આમ આર્તધ્યાનરૂપ આવર્તમાં ફસાઈ જીવ સંસારમાં ભમે છે અને જો સાવધાન ન થાયતો રીન્દ્રધ્યાનમાંચડી જતાંવારનલાગે. પાચવિષયોનું મૂળ વનસ્પતિકાય
જીવવિચાર || ૧૨૦