________________
ગાાઃ ૧૪.
પતેયતર મુd, પંચ વિ પુઠવાઈmો સયલ લોએ સહમા હતિ નિયમા, અંતમુહાઉ અહિસ્સા II ૧૪ / પ્રત્યેક તરુવિણ પૃથ્વી આદિ, પાંચ સ્થાવર જેહ છે;
અંતર્મુહૂર્ત પ્રમાણના, આયુષ્યવાળા તેહ છે; વળી આંખથી દેખાય ના, તેવા જ સૂક્ષ્મ હોય છે,
સર્વત્ર ચૌદ રાજલોકે, તેહનિશ્ચે જોય છે. ૧૪
સ્થાવરકાયમાં પ્રત્યેક વનસ્પતિના જીવોને છોડીને પાંચે પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ (પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય) ૧૪ રાજલોકમાં સર્વત્ર ઠાંસી – ઠાંસીને ભરેલાં છે અને તે અંતર્મુહૂર્ત આયુષ્યવાળા અને ઈન્દ્રિયોથી અદશ્ય છે.
* ત્રસકાય જીવોનું સ્વરૂપ
વાદિવેતાલ પૂ. શાંતિસૂરિ મહારાજ મહાવીર પરમાત્માને વિશિષ્ટ વિશેષણ વડે ભાવવંદના કરે છે. ભુવાપઈવ વીર ત્રણ ભુવનમાં વીર દીપક સમાન છે. સિદ્ધના જીવોત્રણ ભુવનમાં ભ્રમણ કરતાં ત્રસ અને સ્થાવર જીવોને કેવલજ્ઞાનમાં જોઈ રહ્યાં છે. સ્થાવર જીવો ઇચ્છારહિત કાયાવડે ૧૪ રાજલોકમાં ભમતાં જોવાય છે. જ્યારે ત્રસકાય જીવો ૧૪રાજલોકની મધ્યમાં રહેલી એક રજ્જુ અસંખ્ય યોજન સુધી પહોળી અને ૧૪ રજૂ લાંબી હોય, તેવી ત્રસનાડીમાં રહેલા હોય છે. ત્રસ નાડીની બહાર કોઈ પણ ત્રસ જીવો ઉત્પન્ન થાય કે મરણ પામે નહીં તેમજ રહી કે જઈ શકે નહીં. માત્ર કેવલી ભગવંત નિર્વાણ પૂર્વે સમુઘાત કરે ત્યારે પોતાના આત્મ પ્રદેશો ૧૪ રાજલોકમાં સર્વત્ર ફેલાવે, પાછા સંહરી લે, તે વખતે સમગ્ર ૧૪ રાજલોકની સ્પર્શના કરે.
ત્રસ નામ કર્મ પુણ્ય પ્રકૃતિ છે, તેથી ઇચ્છા મુજબ હરવા-ફરવાની છૂટ માત્ર સુખ-અનુકૂળતા લેવા અને દુઃખ પ્રતિકૂળતા દૂર કરવા માટે જો
જીવવિચાર // ૧૨૪