________________
एस लोए वियाहिए एत्थ अगुत्ते अणाणाए ॥ ४२ ॥
- (રૂ. ૩.-૬ આવારા) જે આંખોથી દેખાય અને બાકીની ઇન્દ્રિયોથી અનુભવાયતે શબ્દાદિ વિષય લોક જે સાધુ મન-વચન કાયાથી ગુખ ન હોય અર્થાત્ મનમાં તેના સંબંધી રાગ કરે છે, વચનથી પ્રાર્થના કરે છે અને કાયાથી સેવે છે તે સાધુ જિનની આશામાં નથી જિનાજ્ઞા બહારવર્તે છે અને જે પુણો પુણો સાપ, વેવ સમાયરે ૪રૂાા (આચારાંગ) જે શબ્દાદિ વિષયોનો વારંવાર સ્વાદ કરે છે, તે વક્ર અસંયમ (નરકાદિ ગતિને) આચરનારો છે. અર્થાત્ તે સાધુપ્રમત્ત માં આવતા તે સાધુ પ્રમત્ત તે પ્રમાદાદિ–વિષયોમાં આસક્ત ઘરમાં વસનારો છે. આથી દુર્ગતિના કારણરૂપ ઇન્દ્રિયોના પાંચ વિષયોને પ્રમાદના સ્થાન ગણી સાધુ તેનો ત્યાગ કરી આત્માના પાંચે ગુણોમાં રમનારોથાય. a વનસ્પતિની જયણાઃ
જિન વચનનું સ્વરૂપ જાણીને આત્મ કલ્યાણના ઇચ્છુક મુમુક્ષુઓએ આત્માની શક્તિ–સત્ત્વ હોય તો સર્વથા સચિત્તનો ત્યાગ રાખવો જોઈએ. તે ન બની શકે તો પાન–ભાજીનો ત્યાગ કરવો જોઈએ, તે પણ ન બની શકે તો શાકભાજી તથા ફળોના નામ, રંગ અને વજનથી પરિમાણ કરવું જોઈએ. અમુક કાળ સુધી કાયમી કે રોજે-રોજ ધારવાનું કરવું. શાકભાજીના બી-છાલ ગમે
ત્યાં નાખવા વડે ફરી ઊગે અથવા બી પગ નીચે આવવાથી વિરાધનાનું પાપ લાગે. ઉદ્યાન બગીચા મેદાનાદિમાં ફરવા જતાં તેની વિરાધના થાય, તેથી અનુમોદના ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. ઘરમાં જોઈતા અનાજનું પરિમાણ કરવું. ધાન્ય સડી ન જાય તે પ્રમાણે રાખવું. જયણા પાળવી, ચાલતાં ચાલતાં સચિત્ત પર પગ ન આવવો જોઈએ. સચિત્તની વિરાધના ન થાય તેનો ઉપયોગ રાખવો. ચાતુર્માસમાં ભેજવાળા વાતાવરણના હિસાબે જો કાળજી રાખવામાં ન આવે તો નિગોદ થવાની પૂરી શક્યતા માટે ખૂબ જયણાપૂર્વક વર્તવું.
જીવવિચાર || ૧૨૩
-