________________
વિશેષથી છે. બાકી પૃથ્વીકાયાદિ પણ કારણ છે પણ તે ગૌણ કારણ છે. જો આપણા આત્માને વિષયોમાં જતો અટકાવવો હોય તો સમતા ગુણમાં રાચવું જોઈએ. સહનશીલતા વધારવી જોઈએ. કાયાની સામે કઠોર બનવું પડે. ગરમી કોને લાગે ? આત્માને કે શરીરને ? તેનો નિર્ણય થવો જોઈએ. પુણ્યના ઉદયે મળેલી સામગ્રીમાં રાચવું ન જોઈએ. મળેલી અનુકૂળતાને છોડવી જોઈએ.
આત્મ જાગૃતિ માટેના સર્વોત્કૃષ્ટ સ્થાનોમાં પરમ તારક પરમાત્માનું સમોવસરણ છે. જ્યાં પરમાત્મા ૩૫ ગુણોથી યુક્ત દેશના (વાણી) માલકોષ રાગમાં આપે છે. તેમના મેઘ ગર્જના જેવા અતિ ગંભીર શબ્દોમાં દેવતાઓ દેવદંદુભિ આદિવાજીંત્રના નાદ દ્વારા સૂર પૂરાવે છે. આવી રસાળવાણી સાંભળીને કાલસૌરિક કસાઈ જેવા જીવો પણ ડોલાયમાન થાય છે. પરંતુ વિષયસુખમાં આસક્ત જીવો ત્યાં પણ પરમાત્માની અર્થ સભર વાણીને નહીં સાંભળતા શબ્દાદિ પાંચે ઈન્દ્રિયના અનુકૂળ વિષયોને ભોગવે છે. આમ ભયંકર કર્મ બાંધી દુર્ગતિનું સર્જન કરે છે.
આકર્ષણ કરનારી પૂતળી–પૂતળા, લાકડાની પ્રતિમા, તોરણો, રંગો, વસ્ત્રો, શરીર શોભાના સાધનો વગેરે વનસ્પતિમાંથી જ બનતાં હોય છે. (મલ્લિકુમારીની મૂર્તિ જોઈ છ રાજા આકર્ષાયા અને તેથી તેને ગ્રહણ કરવા રાજ્યની ચારે બાજુ ઘેરો ઘાલીને રહ્યાં. મલ્લિકુમારીએ પોતાના વિશેષ જ્ઞાનથી આ જાણ્યું અને રાજાને પ્રતિબોધ પમાડ્યાં.) શરીરની પુષ્ટિમાં પણ વનસ્પતિનો વિશેષ ઉપયોગ, સ્વાદ સુખમાં પણ વનસ્પતિનો વિશેષ ઉપયોગ તથા ફળના રસો (જ્યુસ), વિવિધ વાનગીમાં પણ વનસ્પતિનો વિશેષ ઉપયોગ. ગરમીમાં ઠંડક માટે શેરડીને પીલવામાં આવે પછી તેનો રસ પીને આનંદ માણવાનો, દરેક ફુટના સ્વાદ માણવા તેને યંત્રમાં પીલવાનું, છરી આદિથી કાપવાનું ભયંકર કાર્ય કરવું જ પડે. સર્વજ્ઞ ભગવંતે આ શરીરને ટકાવવા અચિત્ત આહારનો ઉપયોગ કરવાનું કહ્યું છે. શરીર પોતે અચિત્ત છે તેથી અચિત્ત આહાર વડે તેને
જીવવિચાર // ૧૨૧