________________
* માયા કષાથ: વેલડી પોતાના ફળને પાંદડા વડે ઢાંકી દે છે. * લોભ કષાય સફેદ આંકડો, પલાશ વૃક્ષ, બિલવૃક્ષ, નાળિયેર વગેરે પોતાના મૂળિયા જમીનમાં દાટેલાનિધાન સુધી લંબાવે. * હર્ષ અકાળે વનસ્પતિઓનું ખીલી ઉઠવું અથવા અકાળે ફળ આવવા. * નિદ્રા: મદ્રાસમાં અનાખૂર જિલ્લામાં એક વૃક્ષ રાત્રે નીચે પડવા માંડે, દિવસે સૂઈ જાય, સાંજે ટટ્ટાર થઈ જાય. પાંદડાનું સંકોચાવું તે પણ વનસ્પતિની ઊંઘ સૂચવે છે. તેઓને થિણદ્ધિ નિદ્રાનો ઉદય હોય. * હિંસકભાવ: માનવભક્ષી વૃક્ષ – આફ્રિકામાં માડાગાસ્કર ટાપુમાં એક વૃક્ષ ૮/૧૦ફુટ ઊંચુ છે. કુંવારપાઠાના આકારવાળા પાંદડા, તે પાંદડાની ધાર તીક્ષણ કાંટાઓની હારવાળી, વૃક્ષના લાંબા તંતુઓ હવામાં લટકતાં હોય તેનાથી તે માણસનું લોહી–માંસ ચૂસી લે પછી તેને છોડી દે. ત્યાંના લોકો કોઈને ફાંસી આપવાની હોય તો આ વૃક્ષનો ઉપયોગ કરે છે.
અમુક વનસ્પતિના પાંદડા પર જીવડા બેસે તો પાનની વચ્ચે દબાવી દે, કાંકરા નાખો તો તે ન દબાવે રતાળુ, આલેન્દ્રો, પગીફૂલા, વનસ્પતિ તથા ડ્રેસાના પાંદડા પોતાના કાંટાથી ઈયળને પાંદડામાં ફસાવી તેના પ્રાણ લે.)
વનસ્પતિકાયના શસ્ત્રોઃ - શીત યોનિવાળી વનસ્પતિને ઉષ્ણતામાં રાખવામાં આવે તો એ નાશ પામે તેમ ઉષ્ણ યોનિ વાળી વનસ્પતિને શીતળતામાં રાખવામાં આવે તો તે નાશ પામે છે. (૧) દ્રવ્ય શસ્ત્રઃ કુહાડી, તલવાર, ચપ્પ, છૂરી, ફરસી વિગેરે... ૨) સ્વાય શસ્ત્ર: લાકડી, સોટી... . (૩) પરકાય શસ્ત્ર અગ્નિ, પથ્થર, પાણી... (૪) ઉભયકાય શસ્ત્ર હાથા સહિત કુહાડી-ફરસી. (૫) ભાવ શસ્ત્રઃ -મન-વચન-કાયાના અશુભ અધ્યવસાય કરવા વડે.
જીવવિચાર / ૧૧૯