________________
પોતે વિચારે છે કે કર્મ ખપાવવાનો આવો સુંદર મોકો મળી ગયો. માટે મારાઓને કહે છે કે મારી કાયા અતિ કઠિન લોહી-માંસ વિનાની છે તેથી તમને તેની છાલ (ચામડી) ઉતારતાં ત્રાસ થશે, માટે તમને કષ્ટ ન પડે તેમ હું ઊભો રહું. કરુણાની પરાકાષ્ટા પર પહોંચી શરીર પ્રત્યે અત્યંત કઠોરતા પ્રાપ્ત કરી તેના પરિણામે જેમ જેમ ચામડી ઉતરતી ગઈતેમ તેમ તેઓ સમતા રસમાં મહાલતા ગયા અને કર્મ ખપાવતા ગયા અને ઘાતી કર્મનો નાશ થતાં કેવલજ્ઞાન મેળવી, અઘાતી કર્મો ખપાવી સિદ્ધ ગતિને પામ્યાં. આમ આત્મા (જીવ) પ્રત્યેના બહુમાન અને શરીર પ્રત્યેના ઉદાસીન (ઉપેક્ષા) ભાવના પરિણામે મોક્ષની પ્રાપ્તિ થઈ.
ભયસંજ્ઞા : મનુષ્ય, તિર્યંચોની જેમ તેમાં (વનસ્પતિમાં) પણ ભય સંશા જોવા મળે છે. તેને કોઈ કાપવા—છેદવા જાય કે બાજુની વનસ્પતિને છેદાતી જોઈ તેના (વનસ્પતિનાં) પાંદડા બીડાઈ જાય તે તેની ભયસંજ્ઞા છે.
મૈથુનસશા : અશોક, તિલક, કુરુબકાદિ... વૃક્ષો મનોહર સ્ત્રીના આલિંગનથી વિકાસ પામે. ફ્રાન્સ અને ઈટાલીમાં વેલેનેરિયા અને સ્પાઈરલિશ નામના જળરોપાઓ થાય છે. તેમાં નારી ફુલ જળથી સપાટી પર આવે છે ત્યારે નર ફુલ પોતાના રોપામાંથી છૂટું પડી તેની પાસે જાય છે અને તેને અડતા જ ફાટે છે આથી તેની પરાગ–નારી ફુલમાં પડે છે.
*
પરિગ્રહસંજ્ઞા : નાળિયેરીના વૃક્ષો પોતાના મૂળિયા નિધાન સુધી લંબાવે આમ વનસ્પતિમાં તે ઓઘસંજ્ઞા રૂપે પ્રગટ થાય છે.
ક્રોધ કષાય ઃ કેલિફોર્નિયામાં એક જાતનું વૃક્ષ છે તે અતિ શાંતિપ્રિય છે. હવા કે કોઈ વડે તેની શાંતિમાં ભંગ થતાં તે ગુસ્સે થઈ પાંદડાને ખખડાવવા વડે ક્રોધને પ્રદર્શિત કરે અને સાથે એવા પ્રકારની ગંધ છોડે કે તેની આજુબાજુ ઊભા રહેવું ભારે પડે.
માન કષાય ઃ રુદંતી નામની વનસ્પતિના છોડમાંથી પાણી ટપકે.... એવા અહંકારથી કે હું સુવર્ણ સિદ્ધ કરાવનાર છતાં લોકો દુઃખી કેમ ?
જીવવિચાર // ૧૧૮