________________
અઈમુત્તા મુનિએ બાલસ્વભાવથી સંયમમાં ભૂલ કરી, પણ પરમાત્મા દ્વારા સમજાયું ઈરિયાવહિયં સૂત્ર બોલતાં પાગ-દશ પદ આવતાં વિચારે ચડ્યા, (જત જયંતવ) શુકલ ધ્યાનની ધારા પર ચડતાં પશ્ચાતાપ દ્વારા કેવલજ્ઞાનને પામ્યાં. પ્રભુએ જે પ્રમાણે નિગોદ આદિના જીવોને સિદ્ધ સ્વરૂપે કહ્યાં તે પ્રમાણે તેમણે સ્વીકાર્યા. પોતાની ભૂલ સમજાણી.... પશ્ચાતાપ થતાં કેવલજ્ઞાન સુધી પહોંચી શક્યા.
સર્વ જીવ મૈત્રી કરૂણાને પાત્ર છે, જ્યારે ભારે કર્મી જીવો માધ્યસ્થ ભાવોને પાત્ર છે અને ગુણોનો જે અનુભવ કરી રહ્યાં છે તેઓ પ્રમોદ ભાવને પાત્ર છે. આમ ચારે ભાવના ભાવધર્મ સ્વરૂપ છે પણ સ્વભાવ ધર્મરૂપ નથી. પરંતુ સ્વભાવ ધર્મનું કારણ છે. સ્વભાવ સમગ્ર જીવરાશિનેસમદષ્ટિથી જોવાનો અને તે પ્રમાણે વર્તવાનો છે. '
રીલાલ શતાનં સર્વજ્ઞ પરમાત્માએ પોતાના કેવલ જ્ઞાનમાં જે રીતે જીવોનું સ્વરૂપ જોયું અને જગતને તે પ્રમાણે જણાવ્યું તેજીવોમાં તે પ્રમાણે શ્રદ્ધા કરવી તે સમ્યગુ દર્શન છે.
જીવોના મુખ્ય બે ભેદ (૧) મુક્ત (૨) સંસારી. તેમાં સંસારી જીવો સત્તાએસિદ્ધ પણ કર્મના સંયોગના કારણે સંસારી અવસ્થા (પીડા ભોગવવા વિવિધ કાયાધારણ) રૂપ છે. તેમાં સૌથી વધારે પીડા ભોગવવાનું સ્થાનનિગોદ છે, જ્યાં (નિકૃષ્ટ–અત્યંત). સૌથી ઓછામાં ઓછા શાનનો ઉઘાડ, તેથી તે જીવોને વધારે અવ્યક્ત પીડા છે.
- સંસારી જીવમાં ત્રસ–સ્થાવર મુખ્ય બે ભેદ સ્થાવરનાં પણ બે ભેદ (૧) સૂમ (૨) બાદર. જીવ, વાસ્તવિક સૂમિ પણ નથી અને બાઇર પણ નથી. સૂથમ–બાદ એ પુદ્ગલનો સ્વભાવ છે. કર્મ પુદ્ગલ રૂપ છે, આત્મા કર્મને વશ પડ્યો હોવાથી, આત્માને વસવા માટે પુદ્ગલરૂપ શરીર સૂથમ–બાદર પ્રાપ્ત થવાનાં કારણે સિદ્ધ સ્વરૂપી આત્માનો પણ વ્યવહારથી હવે સામ–બાદર–સાધારણાદિ ગતિથી વ્યવહાર કરવામાં આવ્યો.
જીવવિચારી ૯૫
.
.