________________
સાતમી નરકના દુઃખ કરતાં નિગોદનું દુઃખ અધિક કઈ રીતે?
સાતમી નરકના ૩૩ સાગરોપમ તેના જેટલા સમય થાય તેટલા સમય પ્રમાણ સંખ્યારૂપે સાતમી નરકના ભવની જ પ્રાપ્તિ થાય અને તે ભવોમાં જે દુઃખો ભોગવે તેના કરતાં નિગોદના જીવને એક ભવનું દુઃખ વધારે હોય. નિગોદના એક શ્વાસોચ્છવાસમાં ૧૭ વાર જીવોનું જન્મમરણ થાય. (એટલે ૧ મુહૂર્તમાં ૫૫૩૬ જન્મ-મરણ થાય અને એક દિવસમાં ૧૯ લાખ ૬ હજાર ૮૦ ભવ થાય.)
આવી રીતે અવ્યવહાર રાશિ સૂક્ષ્મ નિગોદમાં જીવોના જન્મ મરણ રૂપઘોરવિડમ્બણા અનંતાનંત કાળજીવે ભોગવી છે. એક આત્મા સર્વથા પીડાથી મુકત થાય તેના પ્રભાવે એક જીવાત્મા અનાદિ નિગોદની જેલમાંથી બહાર આવે અને પછી તે પાંચ સૂક્ષ્મમાં (પૃથ્વી,અપુ, તેલ, વાયુ સાધારણ વનસ્પતિમાં) ઉત્પન્ન થાય.૧૪ રાજલોકમાં અસંખ્ય આકાશ પ્રદેશમાં (અનંત) ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ સુધી પાંચ સૂક્ષ્મમાં ભમે પછી તે બાદરપણાને પામે.
આત્માબાદર કે સૂક્ષ્મ નથી પણ નામકર્મની ૧૦૩ પ્રકૃતિમાંની મુખ્ય બાદર કે સૂક્ષ્મ નામકર્મ રૂપ છે. તે નામકર્મના ઉદયે જીવને તેવી કાયામાં પૂરાવું પડે છે. ૧૪ રાજલોકમાં વિસ્તાર પામી શકે તેવો આત્મા કર્મને વશ બની સૂક્ષ્મ કાયામાં પૂરાઈ જાય, તે જીવોને વિશિષ્ટ જ્ઞાની સિવાય (અવધિકેવલજ્ઞાની સિવાય) કોઈજોઈ પણ શકતા નથી, ને કાયા ચર્મચક્ષુ કે ઇન્દ્રિયનો વિષય પણ ન બને, તેથી તેની શ્રદ્ધા કરવી પણ દુષ્કર થાય. એક ઔદારિક જીવની કાયામાં અનંતાનંત-૮મા અનંત રાશિ પ્રમાણનિગોદના જીવો રહેલા હોવા છતાં તે દેખાય નહીં તેવા ઠાંસી ઠાંસીને ૧૪ રાજલોકમાં ભરેલા છે. એક સૂક્ષ્મ સાથે બીજા સૂક્ષ્મ જીવો સ્પર્શના પામે એટલે એમને ભયંકર પીડા થાય પણ બાદર જીવોના શરીરથી સૂક્ષ્મ જીવોને પીડા ન થાય. સૂક્ષ્મ જીવોનું શરીર એટલું બધુસૂમ પરિણામી છે કે જેથી તેમના શરીરને ગમે તેવા શસ્ત્રો, અગ્નિ વિગેરે પીડા આપવા સમર્થ નથી. અર્થાત્ બાળવા, છેદન-ભેદન કરવા સમર્થ
જીવવિચાર // ૯૭