________________
પક
(
'.
'
/
*
* પનકઃ પંચવર્ષીય ફૂગ.વિજ્ઞાને ફૂગની ૫૦હજાર જાતિ શોધી છે.
બગડેલી કેરીમાં જે કાળા ડાઘ પડે તે ગોળાકારે કાળી-લીલી ફૂગ છે. તેમાં અનંતકાય જીવોની ઉત્પતિ થઈ માટે તેટલોS ભાગ કાઢીને પણ તે ન વપરાય (આદ્રા નક્ષત્ર પછી તે વધારે સંભવે માટે આદ્રા નક્ષત્ર પછી કરી ત્યાજય છે.) લીલા વર્ણવાળી, લીલ ફૂગ પાણીમાં વિશેષ થાય. નદી, સરોવર, ખાબોચિયા જ્યાં પાણી વધારે ટાઈમ પડ્યું રહે, માટીવાળા સ્થાનોમાં પણ લીલીફૂગ થવાનો સંભવ, બાગ-બગીચા, વાડીઓ, ફૂલાદિ છોડવાઓના કૂંડામાં પણ આ પુષ્કળ પ્રમાણમાં થાય.
પાણીના ટાંકા ભરેલા હોય તેના તળિયામાં તેમજ પાણીના માટલાં પણ રોજે રોજ બદલવામાં ન આવે અને ભીના જ માટલામાં પાણી ભરવામાં આવે તો તેમાં પણ નિગોદ થવાનો સંભવ રહે. માટે સચિત્ત પાણીથી ભરેલા માટલાનું પાણી વાપરવામાં નિગોદના જીવોની વિરાધનાનો દોષ લાગે. પરંતુ અનંતકાય ત્યાગવાળાઓનો નિયમ ભંગ ન થાય, પણ દોષ જરૂર લાગે. માટે પાણી અચિત્ત કરીને વાપરવું તે વધારે હિતાવહ છે. વરસાદના કાળમાં જવા-આવવાના માર્ગમાં ડામર કે સફેદ પટ્ટો ન કરાવવામાં આવે તો મહા વિરાધનાનો દોષ લાગે. સાધુ ભગવંતોને પણ ચાતુર્માસ બેસે તે પહેલાં એક વખત સંપૂર્ણ કપડાનો કાપ કાઢવાની જિનાજ્ઞા છે. નહિંતર વરસાદનું પાણી મેલ-પરસેવાદિના કારણે કપડામાં નિગોદ થવાનો સંભવ રહે.
મિઠાઈવગેરે ખાદ્ય પદાર્થોમાંફુગાદિવિશેષ સંભવે. અગાસી, ભીંતો વગેરેમાં પણ જોવા મળે. ખાવાની બધી જ વસ્તુ (ગોળાદિ) જરાપણ ભેજન લાગે તેવી રીતે પેક કરીને રાખવી જોઈએ. સુખડીનો કાળ ચાર્તુમાસમાં ૧૫ દિવસનો હોવા છતાં તેમાં ભેજ લાગવાના કારણે નીલ-ફૂગ થઈ જાય તો તે
--
જીવવિચાર || ૧૦૩