________________
પર રહેલા બટેટાનાં કણમાં દુનિયાની સમસ્ત પૃથ્વી, અપ્, તેઉ, પ્રત્યેક વનસ્પતિ, વિકલેન્દ્રિય, સર્વતિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્યો–દેવો—નારકોથી અનંત ગુણી સંખ્યા રહેલી છે. તેમાં જીવો ઉત્પન્ન થાય અને મરણ પામે. * પ્રત્યેક વનસ્પતિકાય *
આત્મા સમભાવ વાળો અને સ્થિર કેવી રીતે બને ?
પૂર્વના મહર્ષિઓ જિન વચનને પકડીને ચાલ્યા તેથી શરીરની સામે જોયું નહીં અને સર્વત્ર આત્માને ભૂલ્યા નહીં. જીવમાં શિવના દર્શન કરી શિવમય બનવાના લક્ષ્ય જીવમાત્ર સાથે સિદ્ધ પ્રમાણે ઔચિત્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. આપણને જિન વચન ન ગમ્યું એટલે જ શરીર ગમ્યું તેથી બે મોહ ઊભા થયાં. એક પોતાના શરીરનો મોહ અને બીજો શરીરવાળાનો મોહ. આથી જીવે શરીર સાચવવા, સાજું રાખવા તગડું કરવા શરીરવાળા એકેન્દ્રિય વનસ્પતિકાયની વિરાધના વિશેષથી કરી છે અને કરી રહ્યો છે. શ્રાવક જીવનમાં સંપૂર્ણ રીતે જીવરાશિને અભયદાન આપી ન શકાય પરંતુ જિનાજ્ઞાનું બહુમાન કરી જીવદયાનો પરિણામ એવો ઊભો કરે કે તેનાથી દર્શન મોહનીય કર્મ તૂટે અને સમ્યગ્દર્શન નિર્મળ થાય. કરુણાનો પરિણામ વિકસિત બને તેથી શાન શુદ્ધ થાય. જ્ઞાનનું ફળ વિરતિ જેથી ચારિત્રનો ભાવ વૃદ્ધિ પામે અને સમતાની રુચિ પ્રગટે. પુદ્ગલમાં ઉદાસીનતા અને ત્યાગ ભાવ પ્રગટ થાય. સાતાની રુચિ તૂટતી જશે તેમ તેમ સાતામાં નિમિત્ત ભૂત શરીરવાળા જીવોની કરુણા વધશે અને તેઓને પીડા આપવાનો ભાવ અટકશે ત્યારે આત્મા સાતા—અસાતામાંથી સમભાવવાળો થશે અને સ્થિર બનશે.
ગરમીમાં શીતળતાની અપેક્ષા તૂટશે તો વાયુકાયની સહજ રક્ષા થશે. આમ એકેન્દ્રિય જીવોની રક્ષાના પરિણામ જેમ જેમ વૃદ્ધિ પામશે તેમ તેમ સમતાના પરિણામની પણ વૃદ્ધિ થશે. તે માટે શરીર પર ઉદાસીનતા અને શરીરવાળા જીવો પર કરુણા જરૂરી છે. ભાવ કરુણા પાત્ર કરવા માટે આત્માનું સામર્થ્ય કેટલું? છ મહિના ચાર પ્રકારના આહાર બંધ કરી શકે છતાં ગ્લાનિ ન
જીવવિચાર // ૧૧૨