________________
(ર) વનસ્પતિની ગાંઠ (પ) રજવાળી હોય અથવા વનસ્પતિ ભાંગવાને
સ્થાને ઘણી રજ વ્યાપ્ત થઈ હોય તે. (૩) જે વનસ્પતિ સૂકાવવા દીર્ઘકાળ જોઈએ અને મૂળ વિના પણ વૃદ્ધિ
પામનારી હોય અને તે વૃક્ષાદિને સંપૂર્ણ ઢાંકી દે. (૪) જે વનસ્પતિના પાંદડાં ભાંગતા તેમાંથી દૂધ ઝરે (આંકડાદિ). (૫) જે વનસ્પતિના મૂળાદિ દશે અવયવ ભાંગતાં સમભંગ થાય.
(કોમળપણાને કારણે.) () જે વનસ્પતિના મૂળ-કંદપત્ર-સ્કંધ–-પુષ્પ–છાલને ભાંગતા
ચક્રાકાર સમ છેદ થાય. (૭) કેટલીક વનસ્પતિ (સાધારણ) તેનો આગળનો ભાગ વાવવાથી ઊગે.
કેટલીક વનસ્પતિનું મૂળ વાવવાથી ઊગે, કેટલીક વનસ્પતિની ડાળો રોપવાથી ઊગે, કેટલીક વનસ્પતિની ગાંઠ રોપવાથી ઊગે, કેટલીક વનસ્પતિનાબી વાવવાથી ઊગે અને કેટલીકના બી વિના માત્રદ્રવ્યોના સંયોગ માત્રથી ઊગે. 0 સાધારણ વનસ્પતિની સંખ્યા પ્રમાણઃ – સૂક્ષમ સાધારણ વનસ્પતિ ૧૪ રાજલોકમાં સર્વત્ર અસંખ્ય નિગોદના ગોળારૂપે જે અનંતા ૧૪ રાજલોકપ્રમાણ. – બાદર સાધારણ વનસ્પતિ ઘનીકૃત સંપૂર્ણ લોકના પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલા આકાશ રાશિ પ્રમાણ. – અસંખ્ય પર્યાપ્ત બાદર નિગોદ (શરીરો) છે. જે એક શરીરમાં અનંતાનંત જીવો રહેલાં છે. અપર્યાપ્ત બાદર–પર્યાપ્તાથી અધિક હોય. - કંદમૂળઃ એક આખા બટાકામાં આઠમાં અનંત જીવો રહેલા છે અને સોયના અગ્રભાગ પર પણ જીવો આઠમે અનતે છે. અર્થાત્ સોયનાં અગ્રભાગ
જીવવિચાર || ૧૧૧