________________
પલ્લકા
s
* ઘેગઃ મોગરી સ્વાદમાં મૂળા જેવી તીખી તે અનંતકાય છે. * પલંકા પાલકની ભાજી અભક્ષ્ય. * કોમલ ફિલઃ (નિર્વાન મનાવાય ) જે ફળમાં બી કે ગોટલી
બંધાણી ન હોય તે સર્વ કોમળ ફળ કહેવાય (AN
અને કોમળ ફળને અનંતકાય જાણવા. કાચી આંબલી અત્યંત કુણી હોય એટલે એમાં બી
બંધાયા ન હોય તેવી, આંબાના મોર, કુણા કોમલ ફ્લ ) પાંદડા વિગેરે અનંતકાય સ્વરૂપ હોવાથી ન
વપરાય–વય છે. બધા જ ધાન્યના કોમળદાણા જ્યાં સુધી પરિપકવ ન થાય ત્યાં સુધી અનંતકાય હોવાથી નખવાય. લોકમાં તે પોંક (ઘઉંના, મકાઈઆદિના કોમળ દાણા) તરીકે પ્રસિદ્ધ છે પરંતુ તે અનંતકાય રૂપે હોવાથી ન વપરાય. જેમ માંસ રાંધ્યા પછી પણ તેમાં તડ્વર્ગીય નિગોદની ઉત્પત્તિ થાય છે તેમ પોક રાંધ્યા પછી પણ ખાદ્ય ન બને. તેમાં ભાવહિંસા વિશેષ છે. જેટલી વસ્તુમાં કોમળતા, મીઠાશ અને સ્નિગ્ધતા વધારે તેટલી તે ઈન્દ્રિયોને શરીરને વધારે પ્રિય, તે શાતાનું તથા મહારાગનું કારણ બને. રાગ થવોતે ભાવહિંસા છે. મોટા ભાગના જીવોની પસંદગી કોમળતા પર છે. મચ્છર પણ કોમળ અંગો ઉપર જ બેસશે કારણ જીવને કર્કશ સ્પર્શ ગમતો નથી પણ કોમળ સ્પર્શ જ ગમે છે, તેમાં જ સુખ માની મહા કર્મબંધ કરે છે. મોટા ભાગના જીવો સ્વાદ–સુખ માટે જ જીવે છે. તેમાં જ પોતાને સુખી માને છે. આ મહા અજ્ઞાનતા છે. પુદ્ગલની
જીવવિચાર // ૧૦૬