________________
ન થઈ શકે. આ સૂક્ષ્મ શરીરમાં અસંખ્ય આત્મપ્રદેશો સંકોચાઈને રહેલા છે અને એક એક આત્મ પ્રદેશ પર અનંતાનંત કાર્મણ વર્ગણાના જથ્થા રૂપ કાર્મણ શરીર અને તૈજસ શરીર દરેક જીવનું જુદું–જુદું રહેલું છે. આથી તે જીવોને તેની તીવ્ર વેદનાનો અવ્યક્ત અનુભવ થાય. જ્ઞાનાદિ ગુણો જીવોને માટે સુખની ખાણ છે, સુખના કારણરૂપ છે, પણ નિગોદના જીવોને જ્ઞાનનો અંશમાત્ર ભાગ ખુલ્લો હોય છે, બાકી ઢંકાયેલો હોય છે. આથી કર્મોના સંયોગરૂપ કાયા—મોહની ઉદયરૂપ અવસ્થાના કારણે તે જીવો મહાભયંકર પીડા અવ્યકત રીતે અનુભવે. તે પીડા કોઈને તેઓ પ્રગટ કરી શકતા નથી. આવા સૂક્ષ્મપણાની અવસ્થામાં જીવ અનાદિકાળ રહ્યો. મનુષ્ય ભવને પામ્યા પછી પણ જો આત્મા પ્રમાદને વશ બની સમકિત પામ્યા વિના મરે તો ફરી આ સૂક્ષ્મ નિગોદમાં પણ જઈ શકે, પણ ત્યાં કાયમી રહી શકે નહીં. ઉત્કૃષ્ટ ૨–૧/૨ (અઢી) પુદ્ગલ પરાવર્તકાળ રહી શકે અને જો સમકિતની સ્પર્શના એક વખત પણ થઈ ગઈ હોય તો અર્ધ પુદ્ગલ પરાવર્તકાળની અંદર ત્યાંથી નીકળીને મોક્ષ પામી જાય.
સૂક્ષ્મ નિગોદના અસંખ્ય ગોળા (શરીર) રહેલા છે, તેમાંથી વ્યવહારરાશિમાં આવેલા જીવોની સંખ્યા કેટલી છે ?
કેવલી ભગવતે એક જ ઉત્તર આપ્યો છે કે એક નિગોદના ગોળાના અનંત ભાગ પ્રમાણ જ જીવો આજ સુધી વ્યવહારરાશિમાં આવ્યા છે અને ભવિષ્યમાં અનંતાકાળમાં પણ એક નિગોદના ગોળાના અનંતમા ભાગ પ્રમાણ જ જીવો આવશે. એક ગોળો પણ ક્યારેય પૂર્ણ ખાલી થવાનો નથી. બાદર નિગોદમાં પણ એવા અનંતા જીવો છે કે જે અનાદિથી આજ સુધી પ્રત્યેક વનસ્પતિકાયને પણ પામ્યા નથી. આમ નિગોદના જીવો સૌથી વધારેમાં વધારે અવ્યકત પીડાનો અનુભવ કરતા હોય છે.
નિગોદનિષ્કૃષ્ટ સ્થાન અર્થાત્ જ્યાં અક્ષરના અનંતમાં ભાગ પ્રમાણ માત્ર જ્ઞાનાદિ ગુણો ખુલ્લા છે. બાકી બધા ગુણો કર્મોથી ઢંકાયેલા હોવાને કારણે તેઓ આકુળતા—વ્યાકુળતા રૂપ, મોહના ઉદય રૂપ મૂંઝવણને આર્ત્તધ્યાન રૂપે
જીવવિચાર || ૯૮