________________
1
1
1
)
સ્વકાય શસ્ત્રો શીતવાયુ, ઉષ્ણવાયુ, પૂર્વ દિશાનો વાયુ, પશ્ચિમ દિશાનો વાયુ. પરકાય શસ્ત્રો અગ્નિ, પાણી વગેરે. ઊભયકાય શસ્ત્રોઃ વાયુ–અગ્નિ મિશ્રિત, વાયુ-જલ મિશ્રિત, અગ્નિકે સૂર્યતાપથી થયેલ વાયુ.
મુખમાંથી ભાષા વર્ગણા વચનરૂપે ગ્રહણ કરતી વખતે સૂક્ષ્મ પરિણામી હોય પણ જ્યારે વચનરૂપે પરિણમાવીને વિસર્જન કરીએ ત્યારે તે આઠ સ્પર્શી બાદરરૂપે થાય અને મોઢાનો વાયુ અને બહારનો વાયુ બે ભેગા થાય તો તે શસ્ત્ર બને છે.
સાંખ્યમત પરિવ્રાજકો મુખ આગળ લાકડાની પટ્ટી રાખે એક એક અક્ષર બોલનારની નાસિકા અને મુખમાંથી નીકળતા એક ગ્લાસ વડે સેકડો (અસંખ્યાત) જંતુઓ હણાય છે.
બારી-બારણા ખોલો ત્યારે બહારનોવાયુજો શીતલહોય અને અંદરનો વાયુઉષ્ણ હોય તો શસ્ત્ર બને. હથોડાદિ મારવાથી પણ વાયુની ઉત્પત્તિ થાય. કપડાને ઝાટકવાથી તથા કપડાહવામાં જેટલાં વધારે હાલે તેટલી વાયુકાયની વિરાધના થાય. તેથી સાધુ ભગવંતોના અતિચારમાં આવે છે કે કપડાં-કામળી તણા છેડા સાચવ્યા નહીં, કદીધી. ફૂંક મારવાથી પણ વાયુકાયની વિરાધના થાય આથી સતત ઉપયોગમાં રહેવું જોઈએ. ઉપયોગ એ ધર્મ છે. સાધુ-સાધ્વી પધારે તે નિમિત્તે કાંઈ પણ આવું–પાછું ન કરાય. સાધુને અતિચાર ઉગ્વાડ કવાડ ઉગ્વાડણયાએ ગોચરી વહોરાવવા માટે બારી બારણાં ખોલે, અંધારામાંથી વસ્તુ પ્રકાશમાં લાવે અથવા પ્રકાશ માટે બારી-બારણા ખોલે, તો તે બધામાં સાધુને દોષ લાગે. બારી ખોલે તો વાયુકાયની તો વિરાધના થાય પણ જો તેમાં જયણાપૂર્વક ખોલવામાં ન આવે તોત્રસકાયની વિરાધના પણ થઈ જાય. વાસણમાંથી દૂધ વગેરે વસ્તુને ઊંચેથી
જીવવિચાર | ૮૯