________________
નથી તો તે પીડા મારે બીજાને કઈ રીતે અપાય? વાયુકાય, જે અપૂકાયકરતાં પણ કોમળ શરીરને ધારણ કરનારો અને તેઉકાયથી પણ વધારે વિકસિત ચેતનાવાળો છે, તેથી તેને અપકાયાદિથી અધિક પીડા છે આવું જાણનારો વાયુકાયાદિને પીડા ન આપે અને તેને પીડા ન થાય તેવું વર્તન કરવાનો પ્રયત્ન કરે.
વાયુકાય જીવોની જયણાઃ - ઈલેકટ્રીકસીટીથી ચાલતા પંખા,એરકંડીશન વગેરે સાધનો વડે કૃત્રિમ અને શીતળવાયુની સ્પર્શનારૂપ સુખ ભોગવવારૂપ ભાવની પુષ્ટિમાં જીવને અનુકૂળતાની પ્રતીતિરૂપ રાગાદિ ભાવ હિંસા અને ઈલેકટ્રીકસીટીના કારણે પંચેન્દ્રિયાદિજીવોની દ્રવ્ય હિંસાનું પાપ લાગે. થોડો સહનશીલતા ગુણ કેળવી તેવા સાધનનો ઉપયોગ કરવામાં ન આવે તો આત્માની સહનશીલતા શકિતનો વિકાસ થાય, સમાધિ ન જ ટકતી હોય તો ઈલેકટ્રીક સાધનોના ઉપયોગને બદલેહાથ પંખા કેબારી દ્વારા આવતા પવનના ઉપયોગ કરવા વડે પણ હિંસા તો થાય જ પણ તેમાં વાયુકાયની જ વિરાધનાનું પાપ લાગે. કારણ વિના બારી-બારણા પણ ખોલવા ન જોઈએ. ઘદિનો કચરો સાફ કરવામાં પણ ઈલેકટ્રીકસીટીથી ચાલતા સાધનોનો ઉપયોગ ઉચિત નથી. તેના બદલે કોમળ સાવરણી, કેમોરપીંછાદિવડે વાળવામાં આવે તો જયણા સચવાય, વિમાનાદિ ઝડપી વાહનોમાં પણ વાયુકાયાદિની વિરાધના ઘણી થાય તેથી અતિ ઝડપી વાહનો કરતા ઓછી વિરાધના થાય તેવા વાહનોનો ઉપયોગ રાખવો જોઈએ. 3વર્તમાનકાળમાં મુસણને ગુરુ કેવા ગમે?
- કોમળ કે કઠોર. કોમળ ગુરુની શોધ કરે તેથી તેનો આત્મા કોમળ બને નહીં. શરીરની કોમળતા છૂટે નહીં વળી આપણે બધી બાબતોમાં કોમળતાની ઇચ્છાવાળા છીએ તેથી રખડપટ્ટી ચાલુ છે. જગતની પાસે કોમળતાની અપેક્ષાએ જીવવું છે પણ જગત સાથે કઠોર બનીને રહેવું છે. ક્યાં કોમળ રહેવું અને ક્યાં કઠોર બનવાનું છે તે સમજવા માટે તેને જીવનમાં ઉતારવા માટે જ
જીવવિચાર # ૧