________________
જીવવિચાર ભણવાનું છે. આત્માની કોમળતાનું ફળ સમતા છે. સમતા માટે સાતામાં સુખની બુદ્ધિ અને અસાતામાં દુઃખની બુદ્ધિ દૂર કરવી પડે. અર્થાત્ સાતાનો ગમો તોડવો પડે અને અસાતામાં અણગમો દૂર કરવો પડે તો જ સમતા આવે. 1 સમતા અને વેદનાનું કારણ કોણ?
દરેક જીવમાં ચેતનાક્રમ ભિન્ન છે. જેટલી ચેતના વધારે ખૂલે અને કાયા સાથે મમતા વધારે તેટલી વેદના વધે. ચેતના જેટલી વધારે ખૂલે અને સાથે સમજણપૂર્વક કાયાની મમતા ઘટતી જાય તેટલી સમતાનું વેદન વધે–તેટલી નિર્જરા વધે તેથી આત્મામાં નિર્મળતા વધે. સૌથી વધારે ચેતનાનો વિકાસ પંચેન્દ્રિયસંશી મનુષ્યપણામાં થાય અને મનુષ્ય જો નિર્ણય કરે કે મારે હવે વેદના ભોગવવી નથી અને સમતા જ ભોગવવી છે તો તેને ચેતનાવાળા જીવોનો ઉપયોગ મૂકવો પડે. સ્થાવરકાય જીવોમાં વાયુકાયના જીવોમાં ચેતનાનો વિકાસ (પ્રત્યેક વનસ્પતિકાયસિવાય) સૌથી વધારે છે અને માટે જ કાયા સાથે સૌથી વધારે વાયુકાયનો સંબંધ છે. તેથી તેના કોમળ શરીરના સ્પર્શથી શીતળતાનો અનુભવ થાય ત્યારે કાયા પ્રત્યે ઉદાસીનતા તથા સ્વાત્મા અને તે જીવો પ્રત્યે કરુણા પ્રગટ થાય અને શક્ય વાયુકાયની રક્ષામાં અને સ્વાત્માને મોહ સ્પર્શના ન થાય તે પ્રમાણે પ્રયત્ન વાળો બને પણ વાયુકાયની શીતળતામાં આનંદ અનુમોદનતો ન જ થવાદે. (૫) વનસ્પતિકાયઃ
નમિ રાજર્ષિ ભયંકર દાહજવર રાણીઓનું ચંદન ઘસવું ઘસવાથી કંકણનો અવાજ, રાજર્ષિને કંકણનો અવાજ પણ સહન નથી થતો. રાણીઓએ હાથમાં એક કંકણ રાખીને બીજા કાઢી નાખ્યા સંપૂર્ણ અવાજ બંધ, રાજર્ષિ અનિત્ય ભાવનામાં ચડ્યા, કંકણ કાઢવાથી બહાર શાંતિ તો કંકણવાળીઓના અભાવથી કેટલી શાંતિ? સમગ્ર સંસારના ત્યાગની ભાવના થઈ. જો રોગ શાંત થાય તો સમગ્ર રાજ્યનો ત્યાગ કરી પ્રવ્રજ્યા ગ્રહણ કરવી. અભિગ્રહની
જીવવિચાર || ૨